________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. રાવળને જીવનપરિચય પણ સમાજ સામે ઝગડનાર એક યુવક પાત્રની નવલિકા જેવો છે.
ગામધણી’ (ચીમનલાલ મૂળજીભાઈ લુહાર) એ, એ નામની એક અને બીજી ત્રણ એમ ચાર લાંબી વાર્તાઓનો સંગ્રહ છે. વાર્તાઓ આર્ય સંસારની પવિત્ર ભાવનાઓને એક યા બીજી રીતે છુટ કરતા પ્રસંગોથી ભરેલી છે. કઈ વાર વસ્તુમાં યોગાનુયોગયુક્ત ઘટનાઓથી કથા રોમાંચક અને રસિક બને છે, પરંતુ વાસ્તવિકતાથી વેગળી રહે છે.
ચરણરજ' (નીરુ દેસાઈ) સ્ત્રી જીવનના અનેક પ્રશ્નો છેડતી અમે મુખ્યત્વે કરીને સંસારમાં સ્ત્રીની પરાધીન દશા ઉપર કરુણા તથા કટાક્ષ વરસાવતી વાર્તાઓનો સંગ્રહ છે. પ્રસંગોની ગૂંથણી આકર્ષક છે, પરંતુ જીવનનું દર્શન મર્યાદિત છે. સ્ત્રી જીવનને ઉત્ક્રાત કરવાના ધ્યેયપૂર્વક બધી કથાઓ લખાઈ છે.
પાંદડી' (શયદા) સમાજમાં દેખાઈ આવતાં વ્યક્તિઓનાં જીવનદર્દીને લેખકે આકર્ષક રીતે સેળ કથાઓમાં ગૂંધ્યાં છે. સામાન્ય ઘટનાઓને પણ રસિક શિલીએ રજૂ કરી હાઈને કથાઓ મુખ્યત્વે મનોરંજક બને છે.
એકાકી' (નર્મદાશંકર શુકલ)માંની પંદરે વાર્તાઓમાં મુખ્ય પાત્ર ભર્યાભર્યા જગતમાં તનમનથી એકલતા અનુભવતાં હાઈ વાર્તાસંગ્રહનું નામ સાર્થક બન્યું છે. બધાં ય લાગણીપ્રધાન કરણ કથાનકે છે અને લેખકની સર્જનશક્તિનો પરિચય કરાવે છે.
“લોહીનાં આંસુ' (ધનશંકર ત્રિપાઠી) એ સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતી અને પ્રસંગચિત્રોનું આલેખન કરતી બાર વાર્તાઓનો સંગ્રહ છે.
પેટ કોચી અને બીજી વાત' (સુમન્તકુમાર મણિલાલ)માં મુખ્યત્વે સામાજિક અન્યાયો અને રહસ્યમય પ્રસંગોથી ગૂંથાયેલી વાર્તાઓ છે. પાત્રાલેખન અને વાસ્તવદર્શન ઠીક હોવા છતાં વિચારો અને ઉપદેશોના લપેડાથી કથાએનું કલાતત્ત્વ મુંઝાય છે.
નંદિતા' (સુરેશ ગાંધી)માંની વાર્તાઓમાં જીવનમાંથી ભાવે નીતરતા પ્રસંગે વીણીને હૃદયને આર્ટ કરે તેવી રીતે આલેખવામાં આવ્યા છે, પરંતુ ખરા રસપ્રસંગે ય કલાવિધાનની અણઆવડતને લીધે યોગ્ય જમાવટ દાખવી શકતા નથી. કેઈ વાર્તાઓ સરસ ઉપાડ કરે છે, પરંતુ આગળ વધતાં મોળી પડે છે અને અંતે પરાકાષ્ટા આવતી નથી.
આરાધના' (સરલાબહેન સુમતિચંદ્ર શાહ)માંની એકવીસ ટૂંકી વાર્તામાંની કેટલીક મૌલિક અને કેટલીક અનુવાદિત છે. વાર્તાઓનો વિષય મોટે ભાગે હિંદુ સંસારને છે. કથાઓ ધ્યેયલક્ષી છે અને ધ્યેય પવિત્ર છે