________________
ર
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ ડાંનાં પાનાં માનસ અને તેમની વિચારસરણીમાંથી વાર્તાવસ્તુ પ્રકટે છે, વાતાવરણ જામે છે, પ્રસંગે ખડા થાય છે અને ઘણે ભાગે ચોટદાર પરાકાકામાં કથાને અંત આવે છે. વાતાવરણની જમાવટ અને પાત્રમાનસનું ઘડતર એ બેઉ બાબતમાં આ નવલિકાઓ ઊંચી સિદ્ધિનું દર્શન કરાવે છે: અભિનવ ઘટનાઓની ગૂંથણી જે નવલિકાઓમાં નથી તેઓનો પણ રસનિર્વાહ એ બે વસ્તુઓથી થાય છે અને સજીવ છાપ પડે છે.
“પુરાતન જેત' (ઝવેરચંદ મેઘાણી) લેખકના “મેરઠી સંતોના ચરિત્રકથાગુચ્છની પૂર્તિરૂપે આ સંગ્રહમાં ત્રણ સંતની કથાઓ આપી છે, જેમાંની “સંત દેવીદાસ’ એક નાની નવલકથા જેટલો વિસ્તાર રોકે છે. સંતની પરંપરાગત ભક્તિત છવનના અંધકારની વચ્ચે પ્રકાશ આપીને લોકોને માર્ગ દર્શાવે છે એ એમાંની કથાઓનું કથયિતવ્ય છે.
જીવનનાં વહેણે” (રસિકલાલ છો. પરીખ)માં મોટે ભાગે વર્તમાન જીવનને સ્પર્શતી વાર્તાઓ છે. સામાજિક આદર્શો, માન્યતાઓ અને આચારની તુલના કરીને વર્તમાન જીવનની દૃષ્ટિ ઘડવા માટે એ કથાઓ અને તેમાંની ચિંતનાત્મક ચર્ચા વિચારની સામગ્રી પૂરી પાડે છે. ચિંતન કે કથાતત્વ બતાવતી કૃતિઓમાં તેમની પાત્રયોજના યથાયોગ્ય છે, પરંતુ તેમાં રસતત્ત્વ ગૌણ બની જાય છે અને પ્રશ્નોની આલોચના પ્રધાનતા પામે છે. વર્તમાન જીવનને નહિ પણ ભૂતકાળને સ્પર્શતી એમાંની ત્રણ કથાઓ અને એક નાટિકા ભૂતકાળના પ્રતિનિર્માણ દ્વારા કાંઈક અંશે વર્તમાનને અજવાળે છે.
‘છેલ્લો ફાલ' (ધનસુખલાલ મહેતા)માંની ઓગણીસે કથાઓ વર્તમાન જીવન, વર્તમાન પાત્રો અને પ્રસંગોમાંથી ઉપનવેલી છે. વસ્તુગૂંથણીમાં રોમાંચક પલટો આણવાની કલા અને વર્ણન તથા સંવાદ દ્વારા વિશદ પાત્રાલેખન વડે કથાઓ રસભરિત બની છે. મુંબઈના અને શહેરી જીવનના અનેક ઊજળા તથા અંધારા ખૂણાઓમાં લેખકની દૃષ્ટિ કથાવસ્તુઓ માટે ફરી વળી છે.
“પગદીવાની પછીતેથી' (જયંતી દલાલ) એ વાસ્તવિક સૃષ્ટિનાં એવાં રેખા ચિત્રો અને પ્રસંગચિત્રો છે કે જેમને નવલિકાઓની કોટિમાં મૂકી શકાય. તેના પહેલા વિભાગ “પગથિયા-વસ્તી'માં શહેરના ફૂટપાથ ઉપર ભટકીને કે વસીને જીવન ગાળનારાઓનાં સજીવ ચિત્રો છે. અને બીજાં ‘પડદા ઊપડે છે ત્યારે એ વિભાગમાં નાટકની રંગભૂમિની સૃષ્ટિનાં ચિત્રો આલેખ્યાં છે. નાટકની ચમકતી ભજવણીમાં ભાગ લેનારા કલાકારેનાં પડદા પાછળનાં જીવન અને વિચારો કેવાં તરેહવાર હોય છે તેનું ચોટદાર આકલન એ વિભાગ કરી બતાવે છે.