________________
પંથકાશ-પાતાવશિ-વિદ્યમાન ગ્રંથકારે
નયનનાં નીર (નવલિકાઓ) ૧૯૩૭, અશ્રુકથાઓ (“બેગમાન કે આંસુ” પરથી) ૧૯૩૩, જવાળાઓ (નવલિકાઓ) ૧૯૩૭, હિન્દનું મુસ્લિમ રાજકારણ (ઉદ્દ પરથી) ૧૯૪૦, મુસ્લિમ લીગને ઇતિહાસ (સંપાદિત) ૧૯૪૧, પાકિસ્તાન (ઉદ્દ ઉપરથી) ૧૯૪૧, ઈસ્લામ અને તલવાર, કાઈદે આઝમ મુહમ્મદઅલી જિન્નાહ, તન્દુરસ્તીનું શર્મનામું.
રણછોડદાસ વૃંદાવનદાસ પટવારી શ્રી. રણછોડદાસ વૃંદાવનદાસ પટવારીને જન્મ સં. ૧૯૨૦ ના શ્રાવણ સુદ ૮ ના રોજ તેમના વતન ધુકામાં થએલો. તેમના પિતાનું નામ વૃંદાવનદાસ વલ્લભદાસ અને માતાનું નામ ગંગાબાઈ ન્યાતે તે વીસા મઢ વણિક છે.
તેમણે પ્રાથમિક કેળવણી ધંધુકામાં અને માધ્યમિક કેળવણું ભાવનગર તથા રાજકોટમાં લીધેલી. ઊંચી કેળવણી મુંબઈમાં લઈને સને ૧૮૮૯-૯૦ માં બી. એ., એલ. એલ. બી. ની ડિગ્રી મેળવેલી.
વકીલાતથી વ્યવસાયની શરૂઆત કરીને સને ૧૯૦૧ થી ૧૯૨૬ સુધીમાં તેમણે પાલણપુર, ગેંડળ અને મોરબીમાં દીવાન તરીકે કામ કરેલું. ૧૯૨૭ થી ૧૯૩૮ સુધી દેશી રાજ્યો તરફથી મહત્વના ગીરાસના કેસો ચલાવ્યા બાદ ૧૯૩૯ થી તે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
ઇતિહાસ અને અર્થશાસ્ત્ર એમના અભ્યાસના પ્રિય વિષય છે, પરતુ ધાર્મિક ગ્રંથોના વાચનમાં રસ હોવાથી લેખનકાર્યમાં તે તેમણે વિશેષાંશે ધાર્મિક ગ્રંથોને જ પસંદગી આપી છે. અખિલ હિંદ વલ્લભીય વૈષ્ણવ પરિષદના ઉપપ્રમુખ તરીકે તેમણે સને ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કામ કર્યું હતું.
તેમનું પ્રથમ પુસ્તક સને ૧૯૧૦ માં “પુષ્ટિમાર્ગીય સિદ્ધાન્ત ભાગ-૧ બહાર પડેલું, જેને બીજો ભાગ ૧૯૨૦ માં અને ત્રીજો– ભાગ ૧૯૨૩–૨૪ માં બહાર પડ્યો હતો. તેમનું “સ્પર્શાસ્પર્શવિવેક” પુસ્તક ૧૯૩૪ માં બહાર પડયું હતું. તેમણે કેટલાક ધાર્મિક ગ્રંથે આર્થિક સહાય આપીને પ્રસિદ્ધ કરાવ્યા છે.
તેમનું લગ્ન ધંધુકામાં સંવત ૧૯૩૩ માં સમજુબાઈ સાથે થએલું. તેમને બે પુત્રો છે; મોટાની ઉંમર ૫૮ અને નાનાની ઉંમરે જ છે..