________________
૨૧
ગ્રંથ અને ગ્રંથકાર પુ. તથા કર્તવ્યભાવના અને પ્રેમનો નિભાવ કરવામાં વેઠવી પડતી હાડમારીને
ખ્યાલ મળે છે. જેવી એ હેતુપ્રધાન મોટી કથાઓ છે તેવી જ તેમની નવલિકાઓનો સંગ્રહ “ઝાંઝવાનાં જળ” છે. એ નવલિકાઓ માટે લેખકે વર્તભાન સંસારજીવનમાંથી પ્રેરણા મેળવી છે અને તેમાં લગ્નવ્યવસ્થા, માનવની વૈવિધ્યની વાસના, સ્ત્રીઓની આર્થિક સમાનતા તથા સ્વતંત્રતા, ત્યક્તા સ્ત્રીઓનો પ્રશ્ન, જાતીય આકર્ષણનું અદમ્ય બળ, નિબંધ પ્રેમ, એ બધા કૂટ પ્રશ્નોની છણાવટ કરી છે. હેતુપ્રધાનતાને લીધે રસદષ્ટિએ કથાઓ મોળી પડે છે. એમને ત્રીજો સંગ્રહ “અંતરની વ્યથામાં પાંચ સત્યાગ્રહી સિનિકેની આપવીતીઓ આપે છે. સત્યાગ્રહીઓમાં ભળેલાઓનો એક ભાગ નવીનતા, આરામ કે સમાધાન શોધનારાઓનો હતો એમ તે કથાઓ બતાવે છે અને તે ઉપરાંત મવાલી, હિંસાવાદી, ધર્મચિવાન, પરદેશી ખ્રિસ્તી, અજ્ઞાન ખેડૂત એવા બધા માનવીઓ ઉપર સત્યાગ્રહ કરેલી અસરનો ખ્યાલ આપે છે. “ત્રણ પગલાં” એ તેમના એક વધુ નવલિકાસંગ્રહમાં સત્તર કલ્પિત તથા સત્ય કથાઓ આપી છે. સામાજિક જીવનનાં દૂષણો, જુવાન માનસની પ્રણયવિકળતા અને વર્તમાન જીવનના પ્રશ્નોને લેખકે યોગ્ય સંયમથી છણ્યા છે. નવલિકાઓનો મોટો ભાગ જેકે રસલક્ષી કરતાં હેતુલક્ષી વિશેષ છે પણ તેમાં પ્રચારડાનું દૂષણ નથી.
લતા અને બીજી વાતો” (ગુલાબદાસ બ્રોકર) માં સંસારને ડહોળી નાખનારાં અનેક બળોનું સૂક્ષ્મ નિરીક્ષણ છે. મોટા ભાગની નવલિકાઓમાં જાતીય આકર્ષણનું પૃથકકરણ કરેલું છે અને તેનાં કરુણ પરિણામે દર્શાવ્યાં છે. તેમના બીજા નવલિકાસંગ્રહ “વસુંધરા અને બીજી વાતો' માં વર્તમાન જીવનના પ્રશ્નો, પ્રસંગે તથા આંદોલનોને કળા રૂપે વણી લેવામાં આવ્યાં છે. કથાને ધ્વનિ કથાંત સુરેખ પ્રકટી નીકળે છે. મધ્યમ વર્ગનાં અને વર્તમાન કેળવણીના રંગે રંગાયેલાં પાત્રોની એ વાર્તાઓ હોઈને વર્તમાન જીવનના વાસ્તવિક ગુણદોષોને તે છતા કરે છે. કથાશિની સ્વસ્થ છે અને રસનિષ્પત્તિને પિષે છે.
સુખદુઃખનાં સાથી', “જો દાંડ” અને “જિન્દગીના ખેલ' (પન્નાલાલ પટેલ) એ ત્રણે સંગ્રહોમાં લેખકની દષ્ટિ ગામડાના સમાજને, તેની વિચારસૃષ્ટિને અને તેના જીવન વહેણને પચાવીને એ સમાજના વિવિધ પ્રસંગોને કથા રૂપે રજૂ કરે છે. માનવપ્રકૃતિને રજૂ કરવાની ચોટ લેખકને હસ્તગત થઈ છે અને જ્યારે સ્થાને વનિ અર્ધપ્રકટ રહે છે ત્યારે રસનિષ્પત્તિમાં કથા વધારે સફળ બને છે. પાત્રાલેખનની, વાતાવરણના આલેખનની અને સંક્ષિપ્ત વાર્તાલાપ . દ્વારા વાર્તાને ઉઘાડ આપવાની કલા લેખકની નૈસર્ગિક દષ્ટિના ગુણ રૂપે