________________
ગ્રંથકાર–શ્તિાવલિ-વિદ્યમાન ગ્રંથકારી
૧૭
મેસન્ટ, સ્વામી વિવેકાનંદ, મહાત્માં ગાંધી અને ડા. બેનેડિક્ટ હ્યુસ્ટના જીવન તથા ગ્રંથેાની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર છે.
ઈ. સ. ૧૯૦૮ થી ધન્વંતરિ' માસિકના તે સહતંત્રી હતા અને ૧૯૨૩ થી ૧૯૩૭ સુધી તેના તે તંત્રી હતા. ગુજરાત હેમિયાપેથિક એસેસીએશન અને મુંબઈ પ્રાંતિક નેચરાપેથિક એસેાસીએશનના તે પ્રમુખ છે. એલગામમાં ભરાયલી અખિલ હિંદ નેચરાપેથિક કેંગ્રેસના પ્રમુખ તરીકે તે ચુંટાયા હતા. અમેરિકન નેચરાપેથિક એસોસિએશનના હિંદ ખાતેના પ્રતિનિધિ તે છે.
તેમનું પ્રથમ પુસ્તક ૧૯૦૯માં ‘તમાકુનું દુર્વ્યસન' એ નામે પ્રસિદ્ધ થયું હતું. ત્યારપછી તેમનાં પ્રસિદ્ધ થએલાં પુસ્તકાની નામાવલિઃ ‘ક્ષયરાગ’ (૧૯૧૧), ' Advantages of a Vegitarian Diet' (૧૯૧૨), આરેાગ્ય સાચવવાના ઉપાયા' (૧૯૧૪), · મનુષ્યનેા કુદરતી ખારાક ’ (૧૯૧૬), નૈસર્ગિક જીવન ' ( · Return to Nature ' નું ભાષાંતર) (૧૯૧૭), ‘ક્રોમેાપથી એટલે વૌપચાર વિદ્યા' (૧૯૧૯), ‘ બાળકનું સંરક્ષણ, સંવર્ધન અને શિક્ષણ' (૧૯૨૩), ‘વિટામિન્સ અથવા આહાર માત આરાગ્યપ્રાપ્તિ' (૧૯૨૩), ‘આરાગ્ય વિષે પ્રશ્નોત્તરમાળા' (૧૯૨૩), મારા અમેરિકાના પ્રવાસ’ (૧૯૨૩).
"
ડા. મહાદેવપ્રસાદનું લગ્ન સને ૧૯૧૬માં નડીઆદમાં શ્રી. પદ્માવતી ખાપાલાલ વેરે થએલું. તેમને ત્રણ પુત્રા અને ત્રણ પુત્રી છે. મેાટા પુત્ર યેાગેશ ડાક્ટરી અને ખીજો યજ્ઞેશ ખેતીવાડીના અભ્યાસ કરે છે.
મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી–પારાશર્યક
એમના જન્મ સં. ૧૯૭૦ના મહા વદ ૨ ને ગુરુવાર તા. ૧૧ મી ફેબ્રુઆરી ૧૯૧૪ ના રાજ મેારખીમાં અહિચ્છત્ર ( પ્રશ્નોરા ) નાગર બ્રાહ્મણુ જ્ઞાતિમાં થયે। હતા. તેઓ મૂળ કોટડા સાંગાણીના વતની. એમના પિતાનું નામ વિજયશંકર કાનજીભાઈ પટ્ટણી અને માતાનું નામ શાન્તાલક્ષ્મી ચકુભાઈ મૂળાણી.
પ્રાથમિક શિક્ષણ કેાટડા સાંગાણી અને રાજકાટમાં તથા માધ્યમિક રાજકાટમાં લઈ ઉચ્ચ શિક્ષણ માટે તેએ ભાવનગર ગયા. હજી તે અભ્યાસ કરે છે. પિતાના કાવ્યપ્રેમ એમનામાં ઊતર્યાં છે અને પિતાની તથા સ્વ. પ્રભાશંકર પટ્ટણી અને ગાંધીજીની અસર એમના જીવંનઘડતર