________________
ગ્રંથકાચરિતાવલિ-વિદ્યમાન ગ્રંથકારે
પ્રેમાનંદ કૃત “સુદામાચરિત્ર અને મામેરુનું સંપાદન કરી ટીકા સાથે સૌથી પહેલાં તેમણે ઈ. સ. ૧૯૦૨માં પ્રસિદ્ધ કરેલાં. નર્મદ કૃત રામાયણ, મહાભારત અને ઇલિયડના સાર ઉપર વિસ્તૃત વિવેચન લખી એ જ વર્ષમાં બહાર પાડેલું. ત્યાર પછી તેમના પ્રસિદ્ધ થએલા ગ્રંથ “શ્રી ભગવતમ્મરણમ” (ઈશ્વરસ્તુતિઓને સંસ્કૃત સંગ્રહ ગુજરાતી અનુવાદ સાથે) ઈ. સ. ૧૯૧૦, “ઈશ્વર સ્તુતિઓને ગુજરાતી પદ્યસંગ્રહ” (ઈ.સ. ૧૯૨૦) અને “નીતિપાઠમાળા” (ઈ. સ. ૧૯૨૭) એટલાં પુસ્તકે પ્રસિદ્ધ થયાં છે. ગુજરાતી અને સંસ્કૃત કાવ્યો તથા સુભાષિતને મોટો સંગ્રહ હજી તેમની પાસે અપ્રકટ પડ્યો છે. રાજકોટમાં આજે તે નિવૃત્તિપરાયણ જીવન ગાળી રહ્યા છે.
સર મનુભાઈ નંદશંકર મહેતા આ સાહિત્યપ્રેમી રાજપુરુષને જન્મ ગુજરાતની પહેલી ગદ્ય નવલ કરણઘેલા'ના કર્તા રાવ બહાદુર નંદશંકર તુળજાશંકર મહેતાને ત્યાં, વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં, એમના વતન સુરતમાં ઈ. સ. ૧૮૬૮ના જુલાઈની ૨૨ મી તારીખે થયો હતે. એમનાં માતાનું નામ નંદગૌરી.
પ્રાથમિક શિક્ષણ લુણાવાડામાં અને માધ્યમિક ભાવનગર તથા મુંબઈમાં લઈને મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી તેઓ ગ્રેજ્યુએટ થયા. એમની કોલેજની કારકીર્દિ અત્યંત ઉજજવળ હતી. ત્યાંનું એલિફન્સ્ટન પ્રાઇઝ તેમજ હમજી કરશેદજી દાદી પ્રાઇઝ મેળવવા ઉપરાંત તેઓ એલિસ સ્કોલર તેમજ આર્નોલ્ડ સ્કોલર હતા, અને અર્થશાસ્ત્ર, ઈતિહાસ, તર્કશાસ્ત્ર તેમજ તત્વશાસ્ત્રમાં પોતાની બુદ્ધિ દાખવી તેઓ એમ. એ, અને પછી એલ. એલ. બી. થયા. આજે પણ એમના અભ્યાસના પ્રિય વિષયો એ જ રહ્યા છે—લૅજિક, ફિલોસોફી, લ, હિસ્ટરી અને પિલિટિકલ ઈકોનોમી. . - જીવનની શરૂઆત તેમણે વડોદરા કૉલેજમાં ફેસર તરીકે કરી. ત્યાં સ્વ. સયાજીરાવ ગાયકવાડે એમની પ્રતિભા પરખી રાજ્યના વહીવટી તંત્રમાં ખેંચી લીધા અને ત્યાં તેઓ નાયબ દીવાન, લીગલ રીમેગ્નેન્સર અને પછી મુખ્ય દીવાનના પદે ચડી લાંબો કાળ રહ્યા. ત્યારબાદ તેઓ ઉત્તરોત્તર બિકાનેરના પ્રાઈમ મિનિસ્ટર અને ગ્વાલિયરના હોમ મિનિસ્ટર તથા પોલિટિકલ મિનિસ્ટર થયા. હિંદી પ્રશ્ન વિચારવા માટેની . સ. ૧૯૩૧-૧૯૩૪ ની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના તેમજ ઈ. સ. ૧૯૩૩-૩૫ની લંડનની પાર્લમેન્ટ કમિટીના પણ તેઓ મેમ્બર હતા. એમની રાજપ્રકરણીય દક્ષતાને લીધે હિંદના અગ્રણે રાજપુરુષમાં એમની ગણના થાય છે. ,