________________
૧૨૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ૯ તેમનું લગ્ન સને ૧૯૨૯માં થએલું. તેમનાં પત્ની શ્રીમતી વિજ્યા દેસાઈ જલંધર કન્યાવિદ્યાલયનાં સ્નાતિકા છે.
દૂલાભાઈ ભાયાભાઈ કાગ શ્રી. દૂલાભાઈ ભાયાભાઈ કાગને જન્મ સં. ૧૯૫૯ માં ભાવનગર સ્ટેટના મજાદર નામના તેમના વતનના ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધાનબાઈ ન્યાતે તે ચારણ છે. તેમને વંશપરંપરાને વ્યવસાય ખેતી છે, પરન્ત દુલાભાઈ સાહિત્યસેવામાં અને લોકસેવામાં વધુ રસ ધરાવતા હાઈ મોટા ભાગે તેમાં જ રચ્યાપચ્યા રહે છે.
તેમણે ગુજરાતી પાંચ ધારણ જેટલો અભ્યાસ કર્યો છે, પરંતુ રામાયણ, મહાભારત તથા ચારણી સાહિત્ય ગ્રંથને તેમણે સારી પેઠે અભ્યાસ કર્યો છે. કંઠસ્થ ભજને એકઠા કરવામાં તેમને રસ પડે છે. સ્વામી મુક્તાનંદજી તથા મહાત્મા ગાંધીજીના જીવનમાંથી તેમણે પ્રેરણા મેળવી છે. કવિતા રચવાની પ્રેરણા મુખ્યત્વે તેમના ગુરુ મુક્તાનંદજી પાસેથી મેળવેલી.
દસ વર્ષની વયે તેમણે અડવાણે પગે ગાયે ચારવાનું વ્રત લીધેલું. બાળ વયથી તેમને ધર્મકથાઓ પર પ્રીતિ હતી. બાળ વયમાં તેમનું લગ્ન થએલું, પરંતુ એ પત્નીનું અવસાન થયા બાદ દસ વર્ષ સુધી અપરિણીત રહીને પિતા તથા નાના ભાઈના મૃત્યુ બાદ તેમણે બીજું લગ્ન વંશરણાર્થે સં. ૧૯૯૦માં કરેલું. એ બીજી પત્ની રાજબાઈથી થએલાં બે પુત્રીઓ તથા એક પુત્ર છે.
ચારણ કામની ઉન્નતિનાં કાર્યોમાં તે સારી પેઠે રસ લઈ રહેલા છે. ભાવનગરના ચારણોને વારસાહક્ક અપાવવામાં તેમણે આગેવાની લીધી હતી. ચારણ હિતવર્ધક સભા સ્થપાતાં તેના તે પ્રમુખ થએલા અને ચારણ વિદ્યાલયની સ્થાપનામાં તેમણે આગેવાનીભર્યો ભાગ લીધે હતે. હાલમાં તે એ બેઉ સંસ્થાઓનું સંચાલન કરે છે.
ભજન, છંદ, દુહા ઇત્યાદિમાં તે પિતાની કવિતાને વહાવે છે. ગાંધીજીની પ્રશસ્તિનાં તેમનાં કાવ્યો ઠીક લોકપ્રિય થયાં છે. તે સારું ગાય છે અને વ્યાખ્યાને પણ આપે છે. કંઠ, કહેણું અને કવિતાને ત્રિવેણીસંગમ દુલાભાઈ કાગમાં થએલે છે.
તેમની કવિતાનું પહેલું પુસ્તક “કાગવાણી ભાગ ૧” સં. ૧૯૯૧ માં બહાર પડેલું. “કાગવાણી ભાગ ૨ ” ૧૯૯૪માં બહાર પડેલું. તેને ત્રીજો ભાગ પિતે તૈયાર કરે છે.