________________
ગ્રંથકાર-ચરિતાવલિ વિદ્યમાન ગ્રંથકારા બીજાં પુસ્તકમાં મુખ્ય “મેવાડને પુનરુદ્ધાર” અને “વીરશિરોમણિ વસ્તુપાલ ભાગ ૧-૨-૩ ” એ છે.
તેમનું પહેલું લગ્ન સં. ૧૯૭૪માં અને બીજું સં. ૧૯૮૫માં થયેલું. બીજાં પત્ની પણ અવસાન પામ્યાં છે. તેમનાં સંતાનોમાંના મોટા પુત્ર રમણિકલાલ એડવોકેટ છે અને મુંબઈમાં વ્યવસાય કરે છે.
જતકુમાર મણિશંકર ભટ્ટ * આજે શાન્ત રહેલા પણ ચેડાં જ વરસ પર ગુજરાતી સામયિકામાં પિતાની લેખિનીની ચમક વડે ગુજરાતના તેણેમાં આગળ પડતા લેખક ગણુએલા શ્રી. જયંતકુમાર, કવિ “કાન્ત’ના બીજા પુત્ર થાય. એમનો જન્મ સંવત ૧૯૫૮ના શ્રાવણ સુદ ૧૩, તા. ૧૭ મી ઓગસ્ટ ૧૯૦૨ ના રોજ ભાવનગરમાં થયો હતો. પ્રશ્નોરા જ્ઞાતિના અને મૂળ લાઠી પાસે બાબરાચાવંડના, પણ પાછળથી ભાવનગરમાં આવી વસેલા એમના પિતા શ્રી. મણિશંકર રત્નજી ભટ્ટનું નામ તે ગુજરાતી સાહિત્યમાં કવિ તરીકે અંકિત છે. એમનાં માતાનું નામ સૌ નર્મદા,
પ્રાથમિક તથા માધ્યમિક કેળવણું ભાવનગરમાં, અને ઈન્ટર સુધીની ઉચ્ચ કેળવણી પણ ભાવનગર સામળદાસ કોલેજમાં લઈ તેમણે ત્યાંની પર્સિયલ સ્કોલરશિપ મેળવી; અને પછી મુંબઈ જઈ ત્યાંની એલિફન્સ્ટન કેલેજમાંથી તે તત્ત્વજ્ઞાન સાથે બી. એ. થયા. ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજીના વિષયને એમ. એ ને અભ્યાસ ઘેર કરી, વિલાયત જઈ તેમણે લંડનની યુનિવર્સિટી કોલેજમાંથી એમ. એ. પી. એચ. ડી. ની ઉપાધિ મેળવી. આજે તેઓ મુંબઈમાં પ્રેમચંદ રાયચંદ એન્ડ સન્સ લિ.માં કામ કરે છે.
ઈ. સ. ૧૯૧૮માં અમરેલી મુકામે સૌ. મારમાં બહેન જોડે એમનું લગ્ન થયું. આજે એમને બે પુત્રીઓ છે :- રોહિણું ૬ વર્ષની અને ચિત્રા : ૩ વર્ષની છે.
સ્વ. કવિ કાન્ત જેવા સમર્થ પિતાની પ્રબળ અસર તો જીવન પર પડે જ. તે ઉપરાંત ગાંધીજી, લેનિન, માકર્સ, બટ્ન્ડ રસેલ અને બર્નાર્ડ શેના વિચારેની છાપે એમનું માનસ ઘડ્યું છે;ષ્ણુ પુસ્તકમાં સૌથી પ્રબળ અસર તે મહાભારતે કરી છે.
૧૫.