________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. - સાહિત્ય તિ તથા સમાજમાંના અનિષ્ટ અંશ પ્રત્યે કટાક્ષ કરીને તે દ્વારા - રમૂજે આપવાને ઉદ્દેશ રાખેલ છે. --
નવલિકા પાંચ વર્ષની ગુજરાતી નવલિકાઓનો એકંદર ફાલ સમૃદ્ધ કહી શકાય તે છે, પરંતુ વર્ષનુવર્ષ- એ ફાલ પ્રમાણમાં ઊતરતે જાતે જણાય છે. ૧૯૩૭ માં નવલિકાઓના ૩૦ સંગ્રહ બહાર પડ્યા હતા, જ્યારે પાંચ વર્ષમાં આશરે ૭૫ સંગ્રહ અને થોડી છૂટી કથાઓ પ્રસિદ્ધ થઈ છે. કેટલાક નિષ્ણાત નવલિકા-લેખકોએ નવલિકાલેખન બંધ કરીને સાહિત્યરચનાના બીજા પ્રદેશોમાં વિહરવા માંડયું છે તેથી તેમને નવલિકાઓનો પ્રવાહ લગભગ બંધ પડ્યો છે. પાંચ વર્ષ દરમિયાન થેડા નવા લેખકે આ ક્ષેત્રને સાંપડ્યા છે, જેમાં ગણ્યાગાંઠ્યા લેખકો એ ક્ષેત્રને દિપાવે તેવા પણ છે, છતાં કોઈ નૂતન તેજવી શૈલી એ ક્ષેત્રમાં પ્રકટી નથી. બહ#નવલિકાઓ અથવા નાની નવલકથાઓ અને વાસ્તવદર્શી તથા આદર્શલક્ષી નવલિકાઓની સાથેસાથે ભાવકથાઓ, રસકથાઓ, રેખાચિત્રો, પ્રસંગચિત્રો ઈત્યાદિ અનેક પ્રકારની રચનાઓ ઘણા લેખકોએ પોતપોતાના સંગ્રહોમાં એકઠી કરીને આપી છે, એટલે કોઈ એક સંગ્રહ અમુક એક જ પ્રકારની નવલિકાઓનો સંગ્રહ બની રહે એવાં પુસ્તકે તો ગણ્યાગાંઠયાં જ છે અને બાકીના બધા સંગ્રહે રસ, ભાવ કે વસ્તુની પ્રકીર્ણતા દર્શાવી રહે છે. વસ્તુનિક, રસનિષ્ઠ અને ભાવનિષ્ટ કથાઓ ઘણું સંગ્રહમાં સાથે સાથે મુકાઈ છે એટલે એ સંગ્રહોનું વર્ગીકરણ શક્ય બને તેમ નથી; છતાં એકંદર પ્રવાહ ઉપરથી એટલું કહી શકાય તેમ છે કે આ લેખકોમાં વાસ્તવદર્શિતા વધારે આવી છે અને માનવસમાજ તથા વર્તમાન સંસારના પ્રશ્નોની છણાવટ તરફ તેમનું ધ્યાન વધુ ખેંચાયેલું રહ્યું છે. માનવજીવનના સ્થાયી ભાવોને સ્પર્શતી નવલિકાઓ અને ઐતિહાસિક વસ્તુઓને વિશદ કરતી નવલિકાઓ બહુ જૂજ લખાઈ છે. કલાદષ્ટિએ ઉતરતા વર્ગની નવલિકાઓનું પ્રમાણ મોટું છે અને તે વસ્તુકથન વડે માત્ર મનોરંજનનું કાર્ય યથાશક્તિ કરે છે. અનુવાદોમાં શૈલીની અને વસ્તુઓની અભિનવતા વધુ સાંપડે છે અને કેટલાક સંગ્રહે તે એવા છે કે જેની વાર્તાઓની કોટિમાં શોભે એવી વાર્તાઓ આપણે ત્યાં બહુ જૂજ જોવામાં આવે છે.
મલ્લિકા અને બીજી વાતો' (ધૂમકેતુ)માં “મલ્લિકા એક નવલકથા