________________
૧૦૧
- - ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ગિરિજા રાંકર મયારામ ભટ્ટ શ્રી. ગિરિજાશંકર મયારામ ભટ્ટ (ગિરીશ ભટ્ટ) ને જન્મ કુતિયાણામાં તા. ૧૨-૨-૧૮૯૧ ના રોજ થએલો. તેમના પિતાનું નામ દયારામ જીવાભાઈ ભટ્ટ અને માતાનું નામ ત્રિવેણી. તેમનું મૂળ વતન વળા અને ન્યાતે ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
તેમણે પ્રાથમિક કેળવણું કુતિયાણું, વળા અને ભાવનગરમાં તથા માધ્યમિક કેળવણી અંગ્રેજી સાત ધોરણ સુધી ભાવનગરમાં લીધી હતી. ૧૯૧૧ માં બી. જી. જે. પી. રેલ્વેની નેકરીથી શરુઆત કરીને નવ વર્ષ સુધી તે જૂનાગઢમાં રહ્યા, પછી ૧૯૨૦ થી ભાવનગર દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના આજીવન સભ્ય તરીકે નવીન કેળવણીના શિક્ષક તરીકે તે કામ કરતા. ૧૯૩૮માં એ સંસ્થા બંધ થઈ ત્યારે તે પહેમ સ્કૂલમાં (“ઘરશાળા માં) જોડાયા અને અત્યારે તે ત્યાં જ શિક્ષક તરીકે કામ કરે છે. દક્ષિણામૂર્તિ સંસ્થાના મુખ્ય મંત્રી તરીકે તેમણે ૨૦ વર્ષ કામ કર્યું હતું અને હાલમાં તે “ઘરશાળા' સંસ્થાના મહામંત્રી છે.
શિક્ષણશાસ્ત્ર, કાવ્ય અને સાહિત્ય એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે. તેમના જીવન પર તેમના પિતાની તથા ભગવદ્ગીતાની વિશિષ્ટ અસર છે. નિષ્પાપ જીવન, પ્રભુ પર શ્રદ્ધા અને કર્મના ફળ પર વિશ્વાસ એ એમના જીવનસિદ્ધાંતે છે.
સને ૧૯૧૦ ની સાલથી તેમની સાહિત્યોપાસનાની શરુઆત થએલી. સુંદરી સુબેધ', “વીસમી સદી', “ભારત જીવન”, “ગુર્જર બ્રાહ્મણ', “પ્રસ્થાન, કૌમુદી', “નવચેતન વગેરેમાં તે લેખ લખતા હતા, અને અત્યારે બાળકેનાં માસિક પત્રોમાં તેમજ સાપ્તાહિકેના બાળવિભાગમાં તે નિયમિત રીતે લેખો લખે છે. શુદ્ધ જોડણી અને વ્યાકરણની એકસાઈને તે ખૂબ આગ્રહી છે. લેખન અને પઠન-પાઠનમાં તેમના જીવનને રસ સમાઈ રહેલો છે. તેમનાં રચેલાં પુસ્તકેની નામાવલિ નીચે મુજબ
“મહાન વિગ્રહ પછીની જર્મનીમાં કેળવણીની પ્રણાલિ (૧૯૩૩) (શ્રી. ગજાનન ઉ. ભટ્ટના અંગ્રેજી નિબંધને અનુવાદ), “અખિલ ત્રિવેણું (૧૯૩૬), “ગમત ગીતે' (૧૯૩૬), “ગિરીશભાઈની વાર્તાઓ ભાગ ૧-૨” (૧૯૩૭–૩૮), પાંખડીઓ' (૧૯૩૮), વાર્તાલહરી' (૧૯૩૯), શનિની પનોતી.
તેમનું લગ્ન ૧૯૦૫ માં સંતકબહેન વેરે થએલું. તેમને એક પુત્રી અને ત્રણ પુત્રો છે. પુત્રી ચિ. બાલાગૌરી ગ્રેજ્યુએટ છે.