________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ કરસનદાસ નરસિંહ માણેક શ્રી. કરસનદાસ માણેકને જન્મ સં. ૧૯૫૮ ના કારતક વદ ૨ ને દિને કરાચીમાં થએલો. તેમના પિતાનું નામ નરસિંહ ડાહ્યાભાઈ અને માતાનું નામ જીવીબાઈ. તેમનું મૂળ વતન જામનગર તાબાનું હડીઆણ ગામ, અને ન્યાત લેવાણા. ઈ. સ. ૧૯૧૨ માં તેમનું લગ્ન સૌ. ધનલક્ષ્મી વેરે થએલું, જેમનું અવસાન થતાં બીજું લગ્ન સૌ. રાધાબાઈ વેરે કરાચીમાં થએલું. તેમને બે સંતાન છે, એક પુત્ર અને એક પુત્રી, - શ્રી. કરસનદાસે પ્રાથમિક કેળવણું કરાચીની એક ખાનગી શાળામાં લીધેલી, માધ્યમિક કેળવણી ત્યાંની મિશનસ્કૂલમાં લીધેલી અને ઉચ્ચ કેળવણી કરાચીની ડી. જે. સિંધ કૉલેજમાં લઈને અંગ્રેજી તથા સંસ્કૃત સાથે બી. એ. ની પરીક્ષા પસાર કરેલી. વચ્ચે ૧૯૨૧ માં અસહકારની ચળવળને પરિંણામે તેમણે કોલેજ છોડેલી અને ગુજરાત વિદ્યાપીઠમાં બે વર્ષ અભ્યાસ કરે.
કૅલેજ છોડ્યા પછી તેમણે શિક્ષણને વ્યવસાય શરુ કરે અને કરાચીની બે જુદી જુદી હાઈસ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે બારેક વર્ષ સુધી નોકરી કરેલી. ત્યારપછી તેમણે પત્રકારત્વની દિશા પકડી છે અને જન્મભૂમિ' કાર્યાલયમાં તેમણે પિતાનું સ્થાન જમાવ્યું છે. રાષ્ટ્રીય માનસને લીધે સત્યાગ્રહની ચળવળના વખતમાં તેમને બે વાર કારાગૃહવાસ વેઠ પડ્યો છે. ૧૯૩૦માં આઠ માસ અને ૧૯૩૨ માં સવાબે વરસ.
સાહિત્ય અને માનસશાસ્ત્ર એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે. કાકા કાલેલકરની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર છે. બાઈબલ, સરસ્વતીચંદ્ર અને શાહને રસાલે (સિંધી) એ એમનાં પ્રિય પુસ્તક છે.
તેમની પ્રથમ સાહિત્યકૃતિ તે રવીંદ્રનાથ ટાગેરના બંગાળી નાટક મુક્તધારા'ને અનુવાદ, જેની પ્રસ્તાવના શ્રી. રામનારાયણ વિ. પાઠકે લખી છે. ૧૯૨૪ માં તેમનાં બે બાળનાટક' પ્રસિદ્ધ થયાં જે ટાગેરના “મુકુટ” તથા “શારદોત્સવ” ને અનુવાદ છે.
નવીન પેઢીના કવિતાલેખમાં શ્રી. માણેકનું સ્થાન મોખરે છે. ૧૯૩૪ માં “ખાખનાં પિયણ' નામક તેમનું ખંડકાવ્ય પ્રસિદ્ધ થયેલું અને ૧૯૩૫ માં આલબેલ નામનો કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયો હતો. પત્રકારત્વમાં દાખલ થયા પછી તેમણે વ્યંગકાના લેખનમાં સારી સફળતા મેળવી છે જેની વાનગી રૂપ “વૈશંપાયનની વાણું” ૧૯૪૩ માં પ્રસિદ્ધ થઈ છે.