________________
૧૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ× È
વિદ્યમાન ગ્રંથકારા
સૈયદ અબુઝફ્ફર બીન સૈયદ હકીમ અનુહબીબ નદવી
મૂળ તેઓ બિહાર પ્રાંતના દસના ગામના વતની છે, અને પટણા જિલ્લામાં બિહારશરીફ પાસેના એ દસના ગામમાં, સૈયદ કામમાં ઈ. સ. ૧૮૮૯ માં, હીજરી તા. ૩ ઝિલ્હજ્જા ૧૩૦૭ નારાજ એમના જન્મ થયેàા. એમના પિતાનું નામ સયદ હકીમ અણુહબીબ બિન સૈયદ હકીમ અમુલહસન.
ઉર્દૂ, કારસી અને અરખીની પ્રાથમિક કેળવણી દસનામાં લઈ તે આગળ અભ્યાસ માટે લખનૌ ગયા અને ત્યાં દારૂલ ઉલમ નવતુલ ( નદવા અરખી કોલેજ)માં શરુઆતથી તે છેવટ સુધીના સાંગાપાંગ અભ્યાસ કરી ‘નદવી' થયા,-- જે અખીમાં બી. એ. કે સ્નાતકની ડિગ્રી ગણાય છે. નાનપણમાં રમત ઉપર ખૂબ લક્ષ રહેતું, પણ એક હરીફાઈ ને પ્રસંગે કસમ ખાધા કે એમાં જો પોતે હારે તેા ફરી કદી રમતમાં ન ઊતરે. તેઓ કહે છે ‘સદ્ભાગ્યે તે દિવસે હું હારી ગયા અને પછી ફિલ્મ્સી અને ઇતિહાસના અભ્યાસ પર મારું ધ્યાન લગાડયું. ત્યારથી બધી પરીક્ષાઓમાં એ પ્રથમ જ રહેતા આવ્યા છે. અલ્લામા શિબ્લી નૂમાની અને સયદ સુલેમાન નદવીના સત્સંગની તથા તેમની કિતાખેાની પાતાના જીવન પર્ ઊંડી અસર પડેલી તે જણાવે છે. એમના જીવનવિષયક વિશેષ માહિતી એમનાં ‘સફરનામ–એ–ખમાં’ તથા ‘ તારીખે ગુજરાત (ભા. ૨ )' વગેરે એમના ગ્રંથામાંથી મળે છે. એમનાં લગ્ન દસના તેમ જ સૂરજગઢ (મુંધેર) માં ત્રણ વખત થએલાં, જેમાંનાં છેલ્લાં પત્ની હયાત છે અને એમને એ નાની દીકરીઓ છે.
'
નવી ' થયા પછી એમણે શિક્ષણના વ્યવસાય સ્વીકાર્યો છે અને મુલતાન, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ, બંગાળનું શાંતિનિકેતન વગેરેની કૉલેજોમાં ઉર્દૂ, ફારસી અને અર્ખીનું અધ્યાપન કર્યું છે. આજે તે ગુજરાત વર્નાક્યુલર સે।સાયટી તરફથી ચાલતા અનુસ્નાતક ( પાસ્ટ– ગ્રેજ્યુએટ ) વર્ગોમાં એમ, એ. કલાસને ઉર્દૂ તથા અરખીનું શિક્ષણ આપવાનું તેમ જ ગુજરાતના ઇતિહાસના સંશોધનનું કાર્ય કરે છે. એમના ગ્રંથાની સાલવાર યાદી :