________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. તક મળી હતી. ત્યાંથી તે ખંભાળિયા, ગોંડળ અને જેતપુરમાં કેટલાંક વર્ષ શાળાની નાકરી કરીને ૧૯૦૬ માં ભાવનગરમાં આવ્યા. તેમને અને તેમના કેટલાક મિત્રાને વિચાર ભાવનગરમાં એક આદર્શ શિક્ષણસંસ્થા શરુ કરવાના હતા જેમાં સદ્ગત પ્રભાશંકર પટ્ટણીએ મદદ કરવાનું સ્વીકાર્યાંથી ૧૯૦૭ માં તેમણે મુંબઈ ઇલાકાની જુદા જુદા પ્રકારની સરકારી તથા ખાનગી શાળાઓની તથા અનેક કેળવણીકારાની મુલાકાત લીધી અને તેમના અભિપ્રાયા લખી-લીધા. આ પ્રયત્નને પરિણામે ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ ભવન સ્થપાયું. આ અભિપ્રાયાની ફાઇલના થોડા ભાગ મળી આવ્યા છે. આ કામ માટે તેમણે બે વર્ષની રજા લીધેલી. રજાના બાકીના ભાગ તેમણે રાજકાટમાં ગાળીને ‘ભગવદ્ગીતા' ના ભાષાંતરના ગ્રંથ લખ્યા. એ ગ્રંથમાં તેમણે શ્લોકાના ગુજરાતી અર્થ અને શાંકર ભાષ્યના અનુવાદ ઉપરાંત ખીજા પચીસેક ગ્રંથાના રહસ્યાર્થ પણ તારવી ઊમેર્યાં છે.
આ કામ પૂરું કરીને તે જેતપુરમાં ગયા અને દરબાર વાજસુરવાળા પારમંદરના એડમિનિસ્ટ્રેટર નીમાતાં તેમણે તેમને પારમંદરના ડૅ. એજ્યુ. ઇન્સ્પેક્ટર નીમ્યા. ત્યાંથી ૧૯૧૬ માં તે નિવૃત્ત થયા.
નિવૃત્ત થયા પછી તેમણે વેદાન્તનું વાચનમનન ચાલુ રાખેલું. તે ઉપરાંત તેમણે ગુજરાતી લઘુલિપિના પ્રયાગ પાછળ પુષ્કળ શ્રમ લીધેલા. નાનપણથી તેમણે દુર્લભ સંસ્કૃત ગ્રંથા લખી લેવા માંડેલા, જેમાંને એક બટુક ભાસ્કર ' ગ્રંથ હતા. તેમને ચિત્રા કાઢવાના પણ શાખ હતા. દક્ષિણની મુસાફરીમાં તેમણે ત્યાંની વનસ્પતિનાં વર્ણનામાં તેનાં પાંદડાંના સુરેખ આકારો કાઢવા હતા. તેમને યેાગના સારા અભ્યાસ હતા. પહેલાં તે હદયેાગ કરતા, પણ પાછળથી માત્ર ધ્યાનમાં જ બેસતા. તેમને કવિતા રચવાના શાખ હતા. ધીમે તાલબદ્ધ રીતે તે સ્વરચિત પદે ગાતા પણ ખરા. ગુરુભક્તિનાં અને યાગાનુભવનાં તેમનાં કેટલાંક પદા અહિચ્છત્ર કાવ્યકલાપ' માં સંગ્રહાયાં છે. ઈ. સ. ૧૯૧૮ માં તેમણે સંન્યાસ લીધા હતા અને ચાણાદ કાશી વગેરે સ્થળે રહ્યા હતા. ૧૯૨૩ માં તે દિલ્હી ગએલા ત્યાં તેમના દેહ પડયો.
"
વિશ્વનાથ પાટૅકનું લગ્ન આશરે ૩૦ વર્ષની વયે ગાણેાલ (તા. ધેાળકા) માં થએલું. તેમનાં પત્નીનું નામ આદિતભાઈ, તેમને પાંચ સંતાન થયાં હતાં તેમાંનાં સવિતા બહેન ૧૮ વર્ષની વયે અવસાન પામેલાં. બાકીના ચાર પુત્રા વિદ્યમાન છે. શ્રી. રામનારાયણ પાઠક અધ્યાપક અને લેખક, શ્રી. ગજાનન પાઠક સ્થપતિ અને કલાવિવેચક, શ્રી. નાનુભાઇ પાઠેક