________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨
''
દિવાન રણછેાડ ગુજરાતી, ફારસી અને વ્રજ ભાષાનું સરસ જ્ઞાન ધરાવતા હતા અને થાડું સંસ્કૃત પણ જાણતા હતા. ત્રજ ભાષામાં તેમણે “શિવરહસ્ય”નામે સુંદર ગ્રંથ લખ્યા હતા, અને ફારસી ભાષામાં તવારીખે સારઠ ” નામના ઇતિહાસના ગ્રંથ લખ્યા હતા જેનું અંગ્રેજી ભાષાંતર ડૉ. જેમ્સ ખરજેસે કરી પ્રસિદ્ધ કર્યું હતું અને તેનું ગુજરાતી ભાષાંતર “સારઠી તવારીખ” એ નામથી ઈ. સ. ૧૮૯૧માં શ્રી જાદવરાય લીલાધરદાસે વઢવાણુકેમ્પમાં પેાતાના છાપંખાનામાં છાપી પ્રસિદ્ધ કર્યું હતું. “શિવરહસ્ય’ના એક ભાગ જે વ્રજ ભાષામાં કવિતાબદ્ધ છે તે પણ શ્રી. જાહેવરાય લીલાધરદાસે ઈ. સ. ૧૮૯૧માં પ્રસિદ્ધ કર્યાં હતા. તેને ખીજો ભાગ છપાઈ પ્રસિદ્ધ થયા નથી. આખા શિવરહસ્યની એક હસ્તલિખિત પ્રત દિવાનજીએ સ્થાપેલા જૂનાગઢના ‘ મુઢેશ્વર’ના મંદિરમાં છે. એક ત્રીજો શિવમાહાત્મ્ય રત્નાકર ” નામના ગ્રંથ સ્વ. દિવાન લક્ષ્મીશંકર શંભૂપ્રસાદની વિધવા બાઈ જમનાકુવરે જૂનાગઢના સરકારી છાપખાનામાં છપાવી ઈ. સ. ૧૮૯૨માં પ્રસિદ્ધ કર્યાં હતા. તે ઉપરાંત તેમનાં પ્રસિદ્ધ થએલાં ખીજાં નાનાં મોટાં પુસ્તકા નીચે મુજબ છે, જેમાંનાં કેટલાક ‘શિવરહસ્ય'માં તથા ‘શિવમાહાત્મ્ય રત્નાકર'માં પણ સમાવિષ્ટ થાય છે.
ઉંટ
(૧) ચંડીપાઠના ગરબા-ગુજરાતી. (ર) શિવરાત્રીમાહાત્મ્ય (વ્રજભાષા), (૩) સૂતકનિર્ણય ( ચુ. ગદ્ય ), (૪) શંખચૂડ આખ્યાન (વ.) (૫) દક્ષ યજ્ઞભંગ (ત્ર.) (૬) ઢાળખજ આપ્યાન (ત્ર.), (૭) ઈશ્વરવિવાહ (ગુ. ત્ર.) (૮) જાલંધર આખ્યાન (ત્ર.), (૯) અંધકાસુર આખ્યાન (ત્ર.), (૧૦) ભસ્માંગઃ આખ્યાન (વ.), (૧૧) સેામવાર માહાત્મ્ય (ગુ.), (૧૨) મુઢેશ્વર ખાવની (વ.), (૧૩) બ્રાહ્મણની ચેરાસી ન્યાત (વ.), (૧૪) ત્રિપુરાસુર આખ્યાન (ક.), (૧૫) મેાહિતી દળ (વ.), (૧૬) કામદહન આખ્યાન (વ.). તેમના અપ્રસિદ્ધ ગ્રંથા નીચે મુજબ છે:
(૧) દ્રવ્યશુદ્ધિ, (૨) શ્રાદ્ધનિય, (૩) કુવલયાનંદ (વ.), (૪) વિહારી સતસઈ (કારસી, સંસ્કૃત, ત્રજ મિશ્રિત), (૫) ઉત્સવમાલિકા (ત્ર. ગુ.) (૬) નાગરવિવાહ, (૭) શિવસાગર કીર્તન, (૮) વિશ્વના ઉપરના કાગળ (વ. ચુ.) (૯) રૂકાતે ચુનાનુન, (૧૦) ભક્તમાળ (વ.).
રૂપશંકર ઉદયશંકર આઝા (સંચિત્) સ્વ. રૂપશંકર ઉદયશંકર ઓઝાના જન્મ સં. ૧૯૨૨ના શ્રાવણુ સુદ્દ ૭ ને રાજ કાઠિયાવાડના વસાવડ ગામમાં થયા હતા. તેમના પિતાનું નામ