________________
ગ્રંથકાર-ચરિશ્તાવલિ-વિદેહ ગ્રંથકારી
સ
કુળવ્યા હતા, અને તેને પરિણામે તેમણે ગુ. વ. સેાસાયટી માટે “હાળી” “ઉપર નિબંધ લખ્યા હતા જે સેાસાયટીએ ઈ. સ. ૧૮૫૦ માં શિલાછાપમાં છપાવી પ્રસિદ્ધ કર્યો હતા. તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. તેમની સાથે તે વર્ષમાં એ પરીક્ષા પસાર કરનાર માત્ર બે જ વિદ્યાર્થીએ
અમદાવાદના હતા.
સને ૧૯૫૧ ની સાલમાં અમદાવાદના હરકુંવર શેઠાણીએ કાઢેલા સારના જૈન સંધમાં, તેમજ તે અગાઉના ખીજા સંÀામાં પણ તે ગએલા, એ સંધનું વર્ણન તેમણે ત્યારપછી લખેલું હતું. જૈનાચાર્ય શ્રી વીરવિજયજી પેાતે પૂર્વાશ્રમમાં કેશવ ભટ્ટ હતા, ત્યારથી માંડીને તે અવસાન પામ્યા ત્યારસુધીનું જીવનચરિત્ર પણ તેમણે કેટલીક શેાધખેાળ કરીને લખેલું હતું. એમાંથી વિક્રમની ૧૯ મી સદીના પૂર્વાર્ધના જૈન જીવનના કેટલેાક પરિચય મળે છે. મરાઠાઓના રજત્વના છેવટના ભાગના, અંગ્રેજી સમયની શરુઆતને તથા અમદાવાદના ઇતિહાસ તેમણે લખેલેા હતેા. એ જૂના ઇતિહાસગ્રંથ ‘ગૂજરાતનું પાટનગર' એ ગ્રંથ લખવામાં શ્રી. રત્નમણિરાવને કેટલેક અંશે આધારરૂપ બનવા પામ્યા હતા. આ ઉપરાંત સ્વ. મગનલાલે ખીજાં પણ એ ત્રણ નાનાં પુસ્તકા લખ્યાં હતાં.
તેમણે સને ૧૮૬૪ માં સ્થપાયલી રાયલ એકની અમદાવાદની શાખાના એજંટ તરીકે બે વર્ષ સુધી કામ કર્યું હતું. અમદાવાદની મ્યુનિસિપાલીટીના કમિશનર તરીકે પણ તેમણે સેવા બજાવી હતી. સને ૧૮૬૮. ના માર્ચની તા. ૧૧ મીએ માત્ર ૩૮ વર્ષની વયે તે અવસાન પામ્યા હતા, પરન્તુ એટલા સમયમાં પણ તેમણે જે કાંઈ લેખનકાર્ય કર્યું હતું તે તે કાળની દૃષ્ટિએ વિરલ પ્રકારનું હતું. તે પેાતાની પાછળ વિધવા પત્ની, એ પુત્રીએ મેાતી બહેન તથા સમરથ બહેન અને છ વર્ષની વયનેા પુત્ર મૂકી અવસાન પામ્યા હતા. એ પુત્ર તે સ્વ. અચરતલાલ ઉર્ફે બાલાભાઈ શેઠ. તેમના પુત્ર શ્રી. તેમીકુમાર કેટલાક શ્રમ લને સંશોધન કરી સ્વ. મગનલાલના જીવનની આટલી માહિતી પૂરી પાડી શક્યા છે.
તેમનાં `પુસ્તકા નીચે મુજબ છેઃ (૧) હેાળા વિષે નિબંધ, (૨) અમદાવાદના ઇતિહાસ, (૩) જૈનાચાર્ય શ્રી વીરવિજયજીનું જીવનચરિત્ર.