________________
ગ્રંથકાર ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
સને ૧૮૮રમાં કવિએ “ગુજરાત માસિક પત્ર”, ૧૮૮૩ માં “ત્રિમાસિક ટીકાકાર”, ૧૮૮૮ માં “કાઠિયાવાડી ” સાપ્તાહિક અને ૧૯૦૦ માં “વિદ્યાવિનેદ' માસિક શરુ કરીને ચલાવેલાં. “કાઠિયાવાડી સાપ્તાહિકમાં જાણીતા પારસી કવિ દાદીબા એદલજી તારાપર કવિના સાથી હતા. આ ઉપરાંત વર્ષો સુધી “સાંજ વર્તમાન”, “રાસ્તગોફતાર', “ અખબારે સાદાગર', “સમશેર બહાદુર’ વગેરે પત્રમાં તે લેખો લખતા. સને ૧૯૧૩માં સર ચીનુભાઈ માધવલાલના પ્રમુખપદે કવિના સત્કારનો સમારંભ અમદાવાદમાં થયો હતો, અને ગુ. વ. સોસાયટીએ કવિને કેટલાક ગ્રંથો ભેટ આપ્યા હતા. સ્વ. મહીપતરામ નીલકંઠ, રા. બા. ભોળાનાથ સારાભાઈ રા. બા. લાલશંકર, દી. બા. અંબાલાલ, સ્વ. હરગોવિંદદાસ કાંટાવાળા, સ્વ. કેખુશરે કાબરાજી, સ્વ. જહાંગીર ભરઝબાન, સ્વ. બેરામજી મલબારી, સ્વ. શાપુરજી બંગાલી એ બધા કવિના પ્રશંસકે અને ઉત્તેજકે હતા.
કવિનું અવસાન તા. ૩–૫–૧૯૨૧ માં લીંબડીમાં થયું હતું. તેમણે લખેલાં કાવ્ય, નાટક, નિબંધ, કથા ઇત્યાદિ ગ્રંથોની નામાવલિ નીચે પ્રમાણે છેઃ
(૧) કૃષ્ણવિરહ (કરસનદાસ મૂળજીના સ્વર્ગવાસ નિમિત્તે લખેલાં કાવ્ય), (૨) વિધવાવિલાપ, (૩) કાવ્યરંગ, (૪) સ્ત્રીબેધ, (૫) દેશી કારીગરીને ઉત્તેજન ભાગ ૧-૨, (૬) ભવાનીકાવ્યસુધા ભાગ ૧-૨, (૭) સંપવિજય, (૮) હિંદુસ્તાનને વાજબી હકક, (૯) ગૌરીશંકર ઓઝાનું ચરિત્ર, (૧૦) અનંતજી અમરચંદનું જીવનચરિત્ર, (૧૧) આશકરણ સ્વામીનું જીવનચરિત્ર, (૧૨) હેમચંદ્ર સૂરિને મુર્દ (કવિતા), (૧૩) સૌરાષ્ટ્રપ્રકાશ, (૧૪) બાવદીન વિજ્ય, (૧૫) ગુજરાતી જૂનાં ગીત, (૧૬) ગુજરાતી ગીતાવલિ, (૧૭) કમલાકુમારી, (૧૮) કુંવારી કન્યા, (૧૯) સોરઠી સોમનાથ, (ર૦) મીઠા જળની માછલી કે ધીરજનું ફળ ધન, (૨૧) સરદારગઢને સરદાર, (૨૨) મણુપુરને મહારાજા, (૨૩) ઠન્ડ યુદ્ધ, (૨૪) સુદામા ચરિત્ર-પંચાંકી નાટક, (૨૫) જશવંતવિયાગ, (૨૬) કરકસર અને ઉદારતા.
કવિ ભવાનીશંકરનું લગ્ન તેમની એકત્રીશ વર્ષની વયે સાયલામાં અચરતગૌરી સાથે થએલું. તેમને બે પુત્રીઓ અને ત્રણ પુત્રે હતા જેમાંનાં નાનાં પુત્રી સવિતાગારી, મોટા પુત્ર શ્રી. પ્રાણલાલ અને નાના પુત્ર શ્રી. દયાશંકર વિદ્યમાન છે. શ્રી. દયાશંકર પત્રકાર તથા ગ્રંથકારને વ્યવસાય કરે છે. કેટલીક બંગાળી નવલકથાઓના અનુવાદ તેમણે કરેલા છે. મુંબઈ સમાચાર' સાપ્તાહિકના તે સહતંત્રી છે.