________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિરહ ગ્રંથકારે ગુગ્ગીત ગદુંલીસંગ્રહ, સાબરમતી ગુણ શિક્ષણકાવ્ય, દેવવંદન સ્તુતિ-સ્તવન સંગ્રહ, કક્કાવલિ સુબોધ, ભારત સહકાર શિક્ષણ કાવ્ય, મિત્ર મૈત્રી.
ગદ્ય ગ્રંથો-કર્મોગ (મૂલ સંસ્કૃત સાથે), પરમાત્મદર્શન, પરમાત્મતિ, પત્રસદુપદેશ ભાગ ૧-૨-૩, બહત વીજાપુર વૃત્તાંત, બહત વચનામૃત, ગુરુઓધ, શેકવિનાશક, શ્રી. રવિસાગરજી મહારાજનું ચરિત્ર, સત્ય સ્વરૂપ, ચિંતામણિ, અધ્યાત્મશાન્તિ, ગ૭મત પ્રબંધ, શ્રીમદ્ યશોવિજયજી નિબંધ, સુખસાગર ગીતા, તપગચ્છ પટાવલિ, પ્રતિજ્ઞાપાલન, આત્મતત્ત્વદર્શન, જૈને પનિષ, શિષ્યોપનિષદ્ધ, તરવવિચાર, ષટ્વવ્યવિચાર, આત્મપ્રકાશ, જૈન–ખ્રિસ્તી ધર્મને મુકાબલો અને સંવાદ, તત્ત્વબિંદુ, લાલા લજપતરાય અને જૈન ધર્મ, અનુભવ પચ્ચીશી, તત્વજ્ઞાન દીપિકા, કન્યાવિક્રય દોષ તથા બાળલગ્ન નિબંધ, આત્મશક્તિ પ્રકાશ,ગદીપક, ધાર્મિક ગદ્યસંગ્રહ,
વિવેચન ગ્રંથે–આનંદઘન પદસંગ્રહ, આત્મદર્શન, સમાધિશતક, ગુણાનુરાગ કુલક, શ્રાવકધર્મ સ્વરૂપ ભાગ ૧-૨, આત્મશિક્ષા ભાવનાપ્રકાશ, ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ.
સંપાદિત ગ્રંથો–શ્રીમદ્દ દેવચંદ્ર ભાગ ૧-૨, જૈન રસમાળા, જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧-૨, મુદ્રિત જૈન છે. ગ્રંથ નામાવલિ, જૈન સ્યાદ્વાદ મુક્તાવલિ, કર્મપ્રકૃતિ.
મુખ્ય સંસ્કૃત ગ્રંથ–સુદર્શનાબેધ, આત્મપ્રદીપ, પ્રેમગીતા, શુદ્ધોપયોગ.
શ્રી. બુદ્ધિસાગરજીએ આરંભેલી અધ્યાત્મજ્ઞાન પ્રસારક ગ્રંથમાળામાં ઉપર જણાવ્યાં તે ઉપરાંત બીજાં મળીને આશરે ૧૨૫ પુસ્તકે પ્રસિદ્ધ થયાં છે.
કવિ બુલાખીરામ ચકુભાઈ કવિ બુલાખીરામને જન્મ સંવત ૧૯૦૮ માં આ વદ ૧૦ ને રેજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા ચકુભાઈ મંગળજી દવે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણની ન્યાતમાં સુપ્રસિદ્ધ હતા. તે સ્વ. ભોળાનાથ સારાભાઈને ત્યાં ગુમાસ્તી કરતા. બુલાખીરામે ગુજરાતી ૬ ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. નાની વયથી–નિશાળના અભ્યાસ દરમ્યાન પણ દેહરા છપ્પા લખવાને અને “ચોકીપ્રબંધ” “નાગપ્રબંધ' જેવાં ચિત્રકા રચવાને તેમને નાદ હતો. “વિનાશકાળે વિપરીત બુદ્ધિ,' “નામ તેહનો નાશ’ એવાં કહેવતને દેહરા કે છંદમાં ગૂંથી લઈને કવિતાઓ