________________
૧૫
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે સુધી અભ્યાસ કર્યો પરંતુ ગણિતમાં નાપાસ થવાથી આગળ અભ્યાસ મુલ્લવી રાખ પડયો.
તેમનું વલણ સાહિત્ય તરફ વિશેષ હતું. શેકસપિયર, મિલ્ટન, વર્ડ્ઝ વર્થ, સ્પેન્સર આદિ કવિઓને તેમણે ખૂબ અભ્યાસ કર્યો. પિતે કવિ હતા અને અંગ્રેજી સાહિત્યના અભ્યાસ પછી તે અંગ્રેજી-ગુજરાતી બેઉ ભાષામાં કવિતાઓ રચવા લાગ્યા. ડો. વિલ્સને તેમની શક્તિ જોઈને સર કાવસજી જહાંગીરને ભલામણ કરી “ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના તે વખતના તંત્રી મિ. માર્ટિન વૂડના હાથ નીચે નોકરીમાં રખાવ્યા. સામાજિક અને રાજકીય સુધારણ વિષેના તેમના લેખે શિક્ષિત વર્ગમાં હોંશભેર વંચાતા હતા. ઈ. સ. ૧૮૭૫ માં મિત્રોની સહાયથી તેમણે “ઈડિયન સ્પેકટેટર' નામનું અંગ્રેજી સાપ્તાહિક શરુ કર્યું હતું. ઈ. સ. ૧૮૭૮ માં મિ. માર્ટિન વૂડ “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” માંથી છૂટા થતાં તેમની મદદથી ગુજરાત અને ગુજરાતી ' નામનું બીજું પત્ર તેમણે શરુ કરેલું. ૧૮૮૩ માં દાદાભાઈ નવરજીના આશ્રય હેઠળ “વોઈસ ઓફ ઇન્ડિયા' પત્ર શરુ થયું તેના મુખ્ય લેખક તરીકે પહેલેથી શ્રી. મલબારી રહ્યા હતા. સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહનો પ્રચાર અને સેવાસદનની સ્થાપના એ બધું કેટલેક અંશે એમના શ્રમને આભારી છે. તેમની ગુજરાતી કવિતાઓ સાદી, સરલ અને બાધક હતી.
ઈગ્લાંડની મુસાફરી તેમણે ત્રણ વખત કરેલી. “ઈડિયન આઈ એન ઈંગ્લીશ લાઈફ' નામનું તેમનું પુસ્તક ઈગ્લાંડની સ્થિતિના દર્શનને આધારે તેમણે લખેલું જે ખૂબ વખણાયેલું. છેલ્લે તેમણે “ઇસ્ટ એન્ડ વેસ્ટ' નામનું પ્રખ્યાત માસિક પત્ર શરુ કરેલું પરંતુ તેની લાંબી કારકીર્દી તે જોઈ શક્યા નહિ અને તા. ૧૧-૭-૧૯૧૨ ના રોજ સીમલામાં અવસાન પામ્યા.
જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન મુનિ સાંસારિક સ્થિતિમાં ગુજરાતના વીજાપુરના પાટીદાર (કૂર્મક્ષત્રિય) હતા. તેમનું નામ બહેચરદાસ હતું, પિતાનું નામ પટેલ શિવરામ હતું અને માતાનું નામ અંબાબાઈ હતું. તેમને જન્મ સં. ૧૯૩૦ના મહા સુદી ૧૪ને રોજ થએલો. તેમણે પ્રાથમિક કેળવણું વીજાપુર, મહેસાણું અને આજેલમ લીધી હતી. નાની વયથી તિ