________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
- ૪૯ ૧૯૭૫ના આશ્વિન વદ ૧૨ના રોજ કાઠિયાવાડમાં દ્વારકા પાસે આવેલા વરવાળા ગામમાં તેમના વતનમાં ભાટિયા જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાનું નામ વિશ્રામ માવજી અને એમની અટક સંપટ, પરંતુ એ મથાળે દર્શાવેલા પિતા તથા દાદાના સંયુક્ત નામ સાથે જ ઓળખાતા, એમનાં માતાનું નામ માણેકબાઈ
માધ્યમિક શિક્ષણમાં મૅટ્રિક પસાર કરીને એમણે ઘેર મિ. જેમ્સ મેકડોનલ્ડ નામના અંગ્રેજ પાસે અભ્યાસ કર્યો અને એ અભ્યાસને પરિણામે જ એમનામાં ઇતિહાસ-અનવેષણ, કલાપ્રેમ અને પ્રાચીન વસ્તુસંગ્રહનો શોખ પ્રકટવાં. એમના જીવન પર મુખ્ય અસર પણ એ મિ. મેકડોનલ્ડની, અને એ ઉપરાંત સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી તથા સ્વ. સર વિઠ્ઠલદાસ દામોદર ઠાકરસીની પડેલી. એ ત્રણેના ગાઢ પરિચયમાં તે હતા, અને એ ઉપરાંત પણ પિતાના સંસ્કારી સ્વભાવ અને ઈતિહાસના અભ્યાસને કારણે તેઓ ઘણું રાજામહારાજાઓ, દેશપરદેશના વિદ્વાને અને રાષ્ટ્રપ્રેમી રાજકીય આગેવાનોના સંસર્ગમાં આવેલા.
એમનું પ્રથમ લગ્ન મુંબઇમાં સંવત ૧૯૫૨માં થએલું; દ્વિતીય લગ્ન લાનોલીમાં સંવત ૧૯૬૨માં થયું, એ એમનાં પત્નીનું નામ શ્રી. પ્રેમકુંવરબાઈ છે. એમને હંસરાજ નામના એક યુવાન પુત્ર ક્યાત છે, જેમણે બી. કેમ. તથા એલ. એલ. બી.ની પદવી પ્રાપ્ત કરી છે.
એમને મુખ્ય વ્યવસાય તે વ્યાપાર અને ઉદ્યોગ, અને ઉદ્યોગમાં મુખ્યત્વે મીલો સંબંધીને. એ ઉપરાંત આજે ધીખતી ચાલતી દ્વારકાની પ્રચંડ અને વિખ્યાત સીમેન્ટ ફેકટરીના મૂળ સ્થાપક અને સંયોજક પણ તેઓ જ હતા, અને પરદેશે સાથે પણ વ્યાપારનું વિશાળ ક્ષેત્ર એમણે મેર્યું હતું.
ઈતિહાસ, રાજકારણ, સાહિત્ય, કલા, પુરાવસ્તુ (antiquities) અને શિલ્પસ્થાપત્ય એ એમના અભ્યાસના પ્રિય વિષયે હતા, પરંતુ તેમાંયે ઈતિહાસ અને કલા એમને વિશેષ પ્રિય હતી, અને એ વિષેનું ઊંડું જ્ઞાન એમણે સંપાદન કર્યું હતું. મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટી નામના વિખ્યાત વિદભંડળના તેઓ એક અગ્રણું સભ્ય હતા. મહારાષ્ટ્રના ઇતિહાસના તેઓ અચ્છા અભ્યાસી ગણાતા અને પ્રાચીન ઈતિહાસ-અનવેષણ તથા તેની સામગ્રીના સંગ્રહ પાછળ એમણે કરેલો દ્રવ્યવ્યય બીજા સંસ્કારી શ્રીમંતને અનુકરણીય બને તેવો છે. ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીને એમને સંગ્રહ કઈ પણ એક વ્યક્તિની માલિકીના સંગ્રહ તરીકે અજોડ