________________
- -- --- Jથ અને ગ્રંથકાર પુ૯ મહૈસુરમાં ઓલ ઇડિયા વૈદ્ય-સંમેલનના “રસાયણ-સંભાષા' પરિષદના પ્રમુખ તરીકે તે ચુંટાયા; અને સલોનમાં ભરાએલા ઓલ ઇડિયા વૈદ્યસંમેલનમાં ત્રિદોષના નિબંધ માટે તેમને સુવર્ણપદક મળે. પાટણની તથા મુંબઈની પ્રભુરામ આયુર્વેદિક કોલેજો તેમજ નિખિલ ભારત આયુર્વેદ વિદ્યાપીઠ તેમને પરીક્ષક તરીકે નીમેલા. ૧૯૩૫માં તેમણે એલ ઈડિયા વૈદ્યસંમેલનને અમદાવાદમાં આમંત્રી તેને રીપ્યમહત્સવ પણ દબદબાથી ઊજવ્યું. સને ૧૯૩૬ માં ૫. મદનમેહન માલવીયજીએ કાશીમાં આમંત્રેલા ઑલ ઇડિયા વૈદ્ય-સંમેલનના પ્રમુખ તરીકે તે સર્વાનુમતે ચુંટાયા, ને એમની કીર્તિને કળશ ચડ્યો.
- ઈ. સ. ૧૯૩૭ને સપ્ટેમ્બરની ર૩મી તારીખે અમદાવાદમાં એમનું અવસાન થયું. એમને ચાર પુત્રો છે, જેમાંના મોટા વૈદ્યરન માધવપ્રસાદ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ વૈદ્યસંમેલનના ૧૯૪૧ના વર્ષના પ્રમુખ અને મ્યુનિસિપલ આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઑફિસર છે. બીજા નટવરપ્રસાદ, ત્રીજા જયંતીલાલ અને ચોથા ઈન્દ્રવદન અભ્યાસ કરે છે. એમના જીવનવિષયક વિશેષ માહિતી “વૈદ્યસભા રજતજયંતી ગ્રંથ” તેમજ “ઓલ ઈડિયા આયુર્વેદ મહામંડળ રજતગ્રંથ'માંથી મળે છે.
ઈ. સ. ૧૯૧૮માં એમનું પ્રથમ પુસ્તક “પ્લેગ સુદર્શનચક્ર' બહાર પડયું. એમની કૃતિઓની યાદી નીચે મુજબ
પ્લેગ સુદર્શનચક્ર, વરચિકિત્સા, ક્ષયચિકિત્સા, અનુભૂત ચિકિત્સા, આક્ષેપક વર, પંચભૂત, ત્રિદોષ.
પીરોઝશા જહાંગીર મરઝબાન (પીજામ)
મહુમ પીરઝશા જાહાંગીર ભરઝબાન (પીજામ) પારસી દૈનિક પત્ર “ જામે જમશેદ” વાળા મહુંમ જહાંગીરછ બહેરામજી ભરઝબાનના પુત્ર. તેમનાં માતાનું નામ જાઈજીબાઈ હતું. તેમને જન્મ તા. ૬-૫-૧૮૭૬ ને રોજ થયો હતો.
મુંબઈની ન્યુ હાઈસ્કૂલમાં તેમણે મેટ્રિક પસાર કરેલી અને ત્યારપછી કોલેજમાં ઉંચી કેળવણી લઈ સને ૧૮૯૯માં એમ. એ. પાસ થએલા. અંગ્રેજી સાહિત્ય પ્રતિ તેમને ખાસ રસ હતો. પિતાના જીવનકાળ દરમ્યાન તેમણે “ જામે જમશેદ”ના તંત્રી તરીકેને ભાર ઉપાડ્યો હતો અને પિતાએ શરુ કરેલાં બધાં કાર્યોને સારી પેઠે આગળ વધાયાં હતાં. મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે તેમણે મુંબઈ શહેરની અને કામના એક આગેવાન તરીકે