________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ પંથકારે દ્વિમાસિક શરુ કર્યું. ઝંડુ ભટ્ટજીના ભાઈ મણિશંકરભાઈએ અમદાવાદમાં રસશાળા સ્થાપી ત્યાં પાંચેક વર્ષ રહીને તેમણે વૈદ્યકને અભ્યાસ વધાર્યો, અને મુંબઈ આવી આયુર્વેદિક ઔષધાલય સ્થાપ્યું. એ જ અરસામાં મૂળજી આશારામની નાટક મંડળીમાં કવિ તરીકે કેટલોક વખત કામ કરેલું, પરંતુ સ્થિર નિવાસ તે મુંબઈમાં જ કર્યો અને વૈદ્યકને ધંધો સફળતાથી ચલાવ્યું.
કવિતા અને નાટકના લેખનકાર્યમાં તેમને પોતાના વૈદ્યક વ્યવસાય જેટલો જ રસ હતો, આ રસને વશ રહીને તેમણે નાનાં મોટાં પચાસેક પુસ્તકે લખીને પ્રસિદ્ધ કર્યા છે. તેમની કવિતા દલપતશૈલીની હતી. ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ તેમણે છેદે કંડળિયા વગેરે લખ્યાં છે. તેમનાં મુખ્ય ગણી શકાય તેવાં અને પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોનાં નામ નીચે આપ્યાં છે. તેમનું અપ્રકટ લખાણ પણ ઘણું છે.
૧) સુચના સતી આખ્યાન. (૨) બાપદેશ. (૩) ભક્તિબોધ. (૪) સુધર્મ દર્પણ. (૫) વિદ્યા ગુણ વર્ણન. (૬) સુરમોહન શૃંગારમેહના (સંગીત નાટક). (૭) અનાર્ય સ્ત્રીનાં લક્ષણ (૮) ગોપીચંદ નાટક. (૯) મૃચ્છકટિક નાટકસાર. (૧૦) રસચંદ્ર-રતિપ્રિયા (નાટક). (૧૧) પ્રમીલારાણી. (૧૨) ગેમહિમા. (૧૩) ઉપદેશી સંગીતમાળા. (૧૪) વિજળી વિલાપ. (૧૫) નેમનાથ-રાજેમતી ચરિત્ર. (૧૬) શિક્ષક અથવા સંસારસાગરને રસ્તે દેખાડનારે દીવો. (૧૭) વચનસિદ્ધિ અથવા સત્યનું બળ. (૧૮) ગેરક્ષા શતક. (૧૯) ગેરક્ષા પ્રબેધ. (૨૦) કેફ નિષેધક (ગુ. વ. સે. ને ઈનામી કવિતા નિબંધ.) (૨૧) વિવેકબુદ્ધિ વાણીઓ. (૨૨) પવિત્ર મનની પ્રેમકુંવર. (૨૩) બ્રહ્મચર્ય મહિમા. (૨૪) સન્માર્ગ મહિમા. (૨૫) આચારદર્શન. (૨૬) પાપી પિતાને પનારે પડેલી પ્રેમકેર. (૨૭) દુર્લભ દ્રવ્ય (ભજન). (૨૮) શ્યામસુંદર. (૨૯) અહિંસાનું અલૌકિક બળ. (૩૦) હિદી બ્રહ્મચર્ય બાવની. (૩૧) પ્રભુ અને હું. (૩૨) નવનિધને સંસાર (વાર્તા). (૩૩) કન્યાવિક્રય. (૩૪) સર્વાર્થસિદ્ધિ. આમાંનાં ઘણુંખરાં પુસ્તકે પદ્યમાં છે અને થોડા જ ગદ્યમાં છે. ---
તેમનું અવસાન મુંબઈમાં ઈ. સ. ૧૯૩૪ માં થયું હતું. તેમને બે પુત્રો હતા, મોટા રતિલાલ અને નાના જીવણલાલ. રતિલાલ ભિષશ્વરની પદવી મેળવી પિતાને વ્યવસાય કરતા, તેમનું ઈ. સ. ૧૯૩૫ માં અવસાન થયું. નાના પુત્ર જીવણલાલ ડોક્ટર હતા જેમનું ૧૯૩૬ માં અવસાન થયું. ડો. જીવણલાલના પુત્ર શ્રી. નટવરલાલ આજે મુંબઈમાં વ્યવસાય કરે છે.