________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ હું
માતાનું અવસાન તેમની ખાલ વયે થવાથી તે પાતાનાં માતામહી પૂતળીબાઇ પાસે ઊછરી મેટા થયા હતા. દમણની શાળામાં તેમણે પ્રાથમિક અભ્યાસ કર્યાં હતા, અને પ્રીરંગી ભાષાનું શિક્ષણ પણ લીધું હતું. ખાર વર્ષની વયે મુંબઇ આવી સને ૧૮૫૧ માં તેમણે એલ્ફીન્સ્ટન ઈન્સ્ટીટયુટમાં અભ્યાસ કર્યાં હતા અને સ્કાલરશીપેા તથા ઈનામેા મેળવ્યાં હતાં. ૧૮૫૯માં એ જ ઈન્સ્ટીટયૂટમાં તે શિક્ષક નીમાયા હતા. સં. ૧૯૧૬માં તેમના પિતાનું અવસાન થયું. તે અરસામાં શેરના વેપારમાં તે ઠીક કમાયા હતા, ધર પશુ ખરીદ્યું હતું, પરન્તુ પાછળથી મેાટી ખેાટ આવતાં ધર વેચી નાંખવું પડયું હતું. સને ૧૮૬૪માં તેમણે ‘શાકુંતલ' નાટક લખી પ્રસિદ્ધ કર્યું જેમાં તે થાડું કમાયા હતા.
૩૪
મુંબઈમાં સને ૧૮૫૧ માં બુદ્ધિવર્ધક સભા સ્થપાઇ તેના પ્રારંભકાળથી તે તેમાં રસ લેતા. તેમાં તે નિબંધા વાંચતા અને ભાષણા કરતા. ૧૮૬૨માં તે એ સભાના મંત્રી અને ‘બુદ્ધિવર્ધક ’ ના તંત્રી થયા હતા. ૧૮૬૮ સુધી તેમણે એ પત્ર ચલાવ્યું હતું. ૧૮૭૧ માં તેમણે સિવિલિયને માટે એક ટેક્સ્ટ બુક લખી હતી.
.
૧૮૬૦ માં તે ગેા. તે. સરકારી સ્કૂલના હેડમાસ્તર નીમાયા હતા. ૧૮૬૮ માં તે રાજકોટના ઢાકાર બાવાજીરાજના શિક્ષક તરીકે રાજકાટ ગયા હતા. ૧૮૭૧ માં તે કચ્છના એજ્યુ. ઇન્સ, અને હાઇસ્કૂલના હેડમાસ્તર તરીકે ભૂજ ગયા. તે વખતે કચ્છમાં માત્ર ૧૨ શાળાઓ હતી તે વધારીને તેમણે ૧૨૧ શાળાએ ઉધાડી, અને તે માટે શિક્ષકાને રાજકાટ ટ્ર. કાલેજમાં માકલી સારા શિક્ષકા તૈયાર કર્યાં. પાછળથી તે મહારાવ સર પ્રાગમલજીના કુમાર ખે’ગારજીના શિક્ષક નીમાયા હતા. કચ્છના કેળવણીખાતાની નાકરી દરમ્યાન તેમણે કચ્છની ભૂગાળવિદ્યા, નકશા વગેરે તૈયાર કયાં અને જૂના લેખા, પાળિયા વગેરે પ્રાચીન વસ્તુઓની ખૂખ શેાધખેાળ કરી. એ સંશાધન તેમને ( કચ્છની આર્કીઓલાજી' તૈયાર કરવામાં ખૂબ મદદગાર બન્યું. ડૉ, બર્જેસ અને સર કેમ્પબેલની સૂચનાથી તેમણે એ વિષેનું પુસ્તક માત્ર ૩૫ દિવસમાં રાત-દિવસ શ્રમ લઈને લખી મેાકલી આપ્યું હતું. આ ઉત્તમ સેવા માટે સરકારે તેમના આભાર માન્યા હતા. “લાખા ફુલાણી” વિષેના તેમના એક લેખ, જુના સીક્કાઓ વગેરે ડા. બર્જેસને ખૂબ ઉપયેાગી થઈ પડયાં હતાં. સને ૧૮૮૬માં તે તબિયતને કારણે કચ્છની નાકરીમાંથી નિવૃત્ત થયા, અને જનતાએ તેમને જંગી સભા ભરી માનપત્ર આપ્યું. રાણી વિક્ટારિયાની જ્યુબિલી પ્રસંગે તેમને સરકાર તરફથી રાવ સાહેબના ખિતાબ મળ્યા હતા.