________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨ રસભરી વાર્તા અને ઉત્કર્ષક નિબંધ લખવા માટે ડાહ્યાભાઈ જાણીતા હતા. એમનું પ્રથમ પુસ્તક · ચંદ્રાનના અથવા સુવાસિની' બહાર પડયું હતું. એમનાં લખાણા માટે ભાગે સૂચિત તથા અનુવાદિત હતાં, પણ એમની શૈલી સરળ, સંસ્કારી ને સચાટ હતી.
૨૮
એમના ગ્રંથા અને લખાણે :
ચન્દ્રાનના, સુવાસિની અને ખ્રીજી ટૂંકી વાર્તાઓ (સૂચિત). હૃદય–તરંગ (કાળ્યા—ગીતા).
વડનગરા કશુખીની ઉત્પત્તિ.
સંસારમાં સ્ત્રીની પદવી (અનુવાદિત).
વડાદરા રાજ્યની સ્ત્રી કવિએ (સાહિત્ય પરિષદમાં નિબંધ). ટૂંકી વાર્તા (અનુવાદિત). સામાજિક સેવાના સન્માર્ગો (અનુવાદિત)
આગળ ધસે। (અનુવાદિત)
ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી
‘મસ્ત કવિ'ના નામથી ગુજરાતી સાહિત્યમાં જાણીતા આ કવિના જન્મ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં ભાવનગર તાબે મહુવા ગામમાં સં. ૧૯૨૧ ના આસા સુદિ ૩ ને શનિવાર, તા. ૨૩મી સપ્ટેમ્બર ૧૮૬૫ ના રાજ થયા હતો. એમના પિતાનું નામ પ્રેમશંકર ભાણજી ત્રિવેદી અને માતાનું નામ અમૃત બહેન ધનેશ્વર ઓઝા.
મહુવામાં જ અંગ્રેજી ૧લા ધારણ સુધીની પ્રાથમિક કેળવણી લઈ તેમણે અભ્યાસ મૂકી દીધા. ફરી ચારપાંચ વર્ષે અભ્યાસની વૃત્તિ થતાં ઘેર અભ્યાસ કરી ગુજરાતી પાંચમા ધારણની પરીક્ષા આપી પાસ થયા; પણુ બાળપણથી જ કાવ્યનાં શ્રવણ, વાચન અને આધ્યાત્મિક જ્ઞાન માટેની પિપાસા એવી હતી ક્રુ જીવનભર ખીજે કાઈ વ્યવસાય ન કરતાં તેની
પાછળ જ એ રત રહ્યા હતા. એમનાં માતા અમૃતળા જૂનાં મૌખિક કાવ્યેાના ભંડાર રૂપ હતાં અને ઘણું સારું ગાતાં. તેની તેમજ મહુવા કાશીવિશ્વના મઠના સાહિત્યવિલાસી મહુન્ત રામવનજી ધર્મવનજીના સંસર્ગની કવિના જીવન અને કવન ઉપર ઊંડી અસર થઈ. એ ઉપરાંત નરસિંહ મહેતા, રવિદાસ આદિ ભક્ત કવિએ, ‘પ્રવીણસાગર’ના વિખ્યાત ગ્રંથ અને કવિ નર્મદાશંકરનાં કાવ્યેાની પણ એમના પર પ્રબળ છાપ પડી.