________________
ગ્રંથકાર-ચરિક્ષાવલિ-વિદેહ ગ્રંથકારો
જેહાંગીર બહેરામજી મરઝબાન જામે જમશેદ” નામના જાણીતા પારસી દૈનિક પત્રને નામચીન બનાવીને તે દ્વારા એ કેમની સેવા કરનાર અને પારસી પત્રકારત્વમાં નામના મેળવનાર સ્વ. જહાંગીરજી ભરઝબાન મૂળ સુરતના વતની ગરીબ પારસી માબાપના ફરજંદ હતા. તા. ૨-૯–૧૮૪૮ ને રોજ તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ બહેરામજી ફરદુનજી મરઝબાન હતું.
ઈ. સ. ૧૮૬૭માં મુંબઈમાં મેટ્રિક થઈને તેમણે એલ્ફીન્સ્ટન કોલેજમાં થોડો અભ્યાસ કરેલો. પછી તે પત્રકારત્વના વ્યવસાયમાં પડ્યા હતા જેમાં “બોમ્બે ગેઝેટ” વાળા મી. ગીઅરીએ એમના જીવન ઉપર પ્રબળ અસર કરી હતી. ગરીબીમાંથી આપબળે આગળ વધીને તે મહાન થયા હતા અને પારસી કોમની ગરીબીના નિવારણ માટે પિતાના પત્ર દ્વારા તથા જાતમહેનતથી તેમણે લાખો રૂપિયા એકઠા કરીને તે કાર્ય પાછળ ખર્ચા હતા. સરકારે તેમને સી. આઈ. ઈ. ને ખીતાબ આપ્યો હતો.
તેમની કલમમાં જેવી સરલતા હતી તેવાં રમૂજ અને કટાક્ષ પણ હતાં. તેમનાં ઘણાં પુસ્તકોમાં તેમની કલમની એ વિશેષતા જોવા મળે છે. તેમણે આખા હિંદનો અને યુરોપ-અમેરિકાનો પ્રવાસ કર્યો હતો અને પ્રવાસેનાં પુસ્તક પણ લખી પ્રસિદ્ધ કર્યા હતાં. તે એક સારા નવલકથાકાર પણ હતા, જેમાં તેમની પારસી ભાષા મુખ્યત્વે એ કોમના વાચકને સારી પેઠે રસ ઉપજાવતી, કારણકે તેમની ઘણુંખરી નવલકથાઓમાં મુખ્યત્વે પારસી સંસારનું આલેખન થયું છે. તેમનું અવસાન તા, ૫-૧૨-૨૮ ના રોજ મુંબઈમાં થયું હતું.
તેમનાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે:
“તારાબાઈ” (મેડીઝ ટેલરની “તારા”ને તરજૂમે) ૧૮૮૬, “ મુંબઇથી કશ્મીર” ૧૮૮૬, “ભુલ ભુલામણી” (હેનરીવુડની “વિધિન ધી મેઈઝ”ને તરજૂમે) ૧૮૯૦, “ અકલના સમુદર” (ડિકન્સ “પિકવિક પેપર્સ') ૧૮૯૦, “ટોચકા સંગ્રહ” ૧૮૯૦, “શીરીન મહમ" ૧૮૯૦, “વેલાતી વે ” (વેલાતનું ગળ્યું દાસ્તાન) ૧૯૧૫, “ચોર્યા માર” ૧૯૨૦, “મુશ્કેલ એકસાન ” ૧૯૧૭, “તલેસમ” (ઘુમાની “કાઉન્ટ એફ મેંટીક્રીસ્ટોને બે ભાગમાં), “કૌતક સંગ્રહ” ૧૮૮૪, “ચંડાળ ચેકડી” (“પિકવિક પેપર્સ') ૧૮૮૮, “કર ને જે ”, “ખુશ દર્પણ”, “શીયાની શીરીન”, “આદાની સુંદ”, “એ મારી બહેન” (બે