________________
૧૫
પાંચ વર્ષનું સાહિત્ય - કવિતા
રહેલા છે તેની દૃષ્ટિએ કવિએ આમાં સંગ્રહેલાં સ્વરચિત કાવ્યેા શિથિલ છે. તેમાં સ્થૂળ રમૂજ અને ટાળ માત્ર છે : સાચા કટાક્ષ ક્વચિત્ જ જોવા મળે છે. આવી કવિતા રેંજનાત્મક બને, પરન્તુ કટાક્ષના રંજનથી એ રંજન જુદું હાય છે.
મુક્તક-સંગ્રહા
‘દુહાની રમઝટ’ (ગાકુળદાસ રાયચુરા અને ગઢવી મેરૂભા) સંસ્કૃત કવિતામાં અનુષ્ટુપ્ છે એવા ગુજરાતી કવિતામાં દુહા–સારા છે. આમાં દુહા–સારાના સંગ્રહ એ તળપદી વાણીનાં સુભાષિત મુક્તકોના સંગ્રહ છે. એમાંનાં કેટલાંક મુક્તા પ્રાકૃત-અપભ્રંશ સુભાષિતાની છાયા જેવાં છે અને કેટલાંક શામળ-દલપતના સમયનાં છે.
‘સાનેરી શિખામણ’ (પુરુષોત્તમરાય ભટ્ટ) એ પણ દુહા સુભાષિતાના સામાન્ય સંગ્રહ છે.
સંપાદિત કાવ્યસંગ્રહા
અર્વાચીન કાવ્યેામાંથી ચૂંટણી કરીને તૈયાર કરવામાં આવેલા કાવ્યસંગ્રહ થાયા છે. ‘હૃદયત્રિપુટી અને ખીજાં કાવ્યા’ તથા ‘શ્રામમાતા અને બીજાં કાવ્યા' એ બેઉ સંગ્રહેા શ્રી. નવલરામ ત્રિવેદીએ ‘કલાપી'ની કવિતાએમાંથી વીણી કરીને તૈયાર કરેલા છે. ‘ગ્રામ ભજનમંડળી' (જુગતરામ દવે) એ ગામડાંના વિકાસ માટે સંપાદિત કરવામાં આવેલું લેાકસાહિત્ય છે. ‘મૂળદાસકૃત કાવ્યવાણી' (મહંત આધવદાસજી) એ મહાત્મા મૂળદાસનાં ભજના વગેરેના સંપાદિત કરવામાં આવેલેા સંગ્રહ છે.
ભક્તિનાં કાવ્યાના સંગ્રહેા
આ પેઢીની ભક્તિની કવિતા જૂની અને મધ્યમ પેઢીના મિશ્રણ જેવી છે, પરન્તુ ભાષા, શૈલી અને આકાર મુખ્યત્વે મધ્યમ પેઢીના છે. ભક્તિનાં કાવ્યાના એક ભાગ તેા પ્રકીર્ણ કવિતાઓના સંગ્રહેામાંજ આવી જાય છે, પરન્તુ આ પ્રકારની કવિતાના ખાસ સંગ્રહાજ અહીં જુદા નેાંધ્યા છે.
આ પ્રકારના કાવ્યસંગ્રહોમાં ‘રંગ અવધૂત’ (પાંડુરગ વિઠ્ઠલ વળામે)ની રચનાએ વિશેષે કરીને આકર્ષણ કરે છે. મરાઠી અને ગુજરાતી બેઉ ભાષાએમાં તેમણે કવિતાઓ લખી છે. તેમની ગુજરાતી કવિતા મરાઠીની લાક્ષણિકતાથી મુક્ત નથી, છતાં સરલ અને શુદ્ધ છે. ગુરુ લીલામૃત”માં ૧૯૦૦૦ દોહરામાં દત્તાત્રેયનું ચરિત્ર, જ્ઞાનકાંડ, કર્મકાંડ, ઉપાસનાકાંડ, દત્તકથન વગેરે ખંડે। આપેલા છે. ‘સંગીતગીતા' એ ગીતાના પદ્યાનુવાદ કાવ્યદૃષ્ટિએ શિથિલ પણ ગેય દૃષ્ટિએ વિશિષ્ટ છે. ‘ઊભુંા અવધૂત’માં તેમનાં