________________
ગ્રંથકાર-ચર્તિાવલિ-વિદેહ ગ્રંથકારે
વ્યાખ્યાન તથા જ્ઞાતિની વાડી માટે ઉપયોગમાં આવે એવું મકાન, એવી - રીતે તેમણે એકંદરે રૂ. ૩૫૦૦૦નું દાન કર્યું હતું. સંવત ૧૯૭૫ના જેઠ સુદી ૧૪ ને રોજ (તા. ૧૨–૬–૧૯૧૯) ૭૦ વર્ષની વયે સુરતમાં તેમનું અવસાન થયું હતું.
ગુજરાતી સાહિત્યમાં તેમનાં જ અનુવાદિત પુસ્તકૅને ફાળો છે જે સુંદર છે. તેમને પહેલો ગ્રંથ “મીઠી મીઠી વાતે' જે મિસ એજવર્થના “પેરસ એસિસ્ટંટ’ના અનુવાદરૂપ છે તે ૧૮૮૫માં બહાર પાડ્યો હતો. સ્માઇલ્સના સેફ હેલ્પ'નું ભાષાંતર જાતમહેનત' નામથી ૧૮૮૯માં અને કેરેક્ટરીનું ભાષાંતર “સદ્વર્તન નામથી ૧૮૯૬માં ગુ. વ. સંસાયટી તરફથી બહાર પડયું હતું. “દરિયાપારના દેશોની વાતે” અથવા “ધૂરપ ખંડનું વર્ણન (Across the sea or Europer described) એ પુસ્તક ૧૮૯૨ માં બહાર પડયું હતું.
ગણેશજી જેઠાભાઈ દુબળ સ્વ. ગણેશજી જેઠાભાઈ દુબળને જન્મ તેમના વતનના ગામ લીંબડીમાં સંવત ૧૯૦૯ના પિષ સુદ ૩ (તા. ૧૨-૧-૧૮૫૩)માં થયે હતો. તેમના પિતાનું નામ જેઠાભાઈ ડાહ્યાભાઈ દુબળ અને માતાનું નામ શામબા હતું. ન્યાએ તે બ્રહ્મક્ષત્રિય હતા.
તેમણે પ્રાથમિક અને શેરી માધ્યમિક કેળવણી લીંબડીમાં લીધી હતી. તેમની સ્થિતિ સાધારણ હતી એટલે થોડી અંગ્રેજી કેળવણી લઈને તુરત શિક્ષક તરીકેની નેકરી લીધી હતી અને પછી કાયદાનો અભ્યાસ કરી વકીલાતને વ્યવસાય કર્યો હતો. ગીતા અને રામાયણ એ એમનાં પ્રિય પુસ્તકે હતાં. સ્વ. ગૌરીશંકર ઓઝા ભાવનગરના દિવાનપદે હતા તેમની તેમના જીવન ઉપર મુખ્ય અસર વતી.
વકીલાતનો વ્યવસાય કરતાં અને તે છોડ્યા પછી તેમણે ઉદ્યોગોનાં કારખાનાંઓ સ્થાપવાની શરુઆત કરી હતી. લીંબડીમાં જીનિંગ ફેકટરી, પ્રેસ અને છાપખાને તેમણે પ્રથમ શરુ કર્યા હતાં. એક વખત તેમનું
જસવંતસિંહ પ્રિન્ટિંગ પ્રેસ' કાઠિયાવાડનાં સારાં છાપખાનાંઓમાંનું એક લેખાતું. ઉત્તર વયમાં તેમણે તેની સાથે ટાઈપ ફાઉંડરી પણ જડી હતી. તેમના પ્રેસમાં કેટલાંક માસિક પત્ર છપાતાંમાંનાં કેટલાંકનું સંચાલન તે કરતા. કેટલાક વખત બ્રહ્મક્ષત્રિય શુભેચ્છક' માસિક તેમણે ચલાવેલું