________________
ગ્રંથકાર-ચરિતાવલિ
વિદેહ ગ્રંથકારે
અકબરઅલી નૂરાની સ્વ. અકબરઅલી નૂરાનીને જન્મ ભાવનગરમાં ઈ. સ. ૧૮૯૬માં એલ. તેઓ શીઆ ઈસ્નાઅશરી જા કામના ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ દાઉદભાઈ અને માતાનું સુગરાબાઈ. તેમણે પ્રાથમિક અને માધ્યમિક કેળવણી ભાવનગરમાં લીધી હતી અને મેટ્રીક સુધી અંગ્રેજી અભ્યાસ કર્યો હતો.
સાહિત્યના તે ખૂબ શોખીન હતા, એટલે મુંબઈમાં ફરનીચરની દુકાન ચલાવતા હોવા છતાં જુદાં જુદાં વર્તમાનપત્રામાં અને વાર્તાઓ લખતા. “સાંજ વર્તમાનમાં એમની “બગદાદને બાદશાહ” નામની વાર્તા પ્રસિદ્ધ થઈ હતી. એ ઉપરાંત બીજાં પુષ્કળ લખાણે છે પરંતુ તે પુસ્તકાકારે સંગ્રહાયાં નથી. ૧૯૧૮માં “બગદાદને બાદશાહ” અને ૧૯૧૯માં “સુંદરી કે શયતાન” પુસ્તકે પ્રસિદ્ધ થયાં હતાં. વધુ સાહિત્યસેવા બજાવી શકાય તે પૂર્વે ૩૦-૪-૧૯૨૦ને રોજ માત્ર વીસ વર્ષની જુવાન વયે ભાવનગરમાં તેમનું અવસાન થયું હતું. ૧૯૧૬માં ભાવનગરમાં ગુલબાનુ સાથે તેમનું લગ્ન થયું હતું. તેમના સ્મરણમાં એક ફંડ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાંથી “અકબરઅલી કન્યાશાળા ” ભાવનગરમાં ચાલે છે.
કાજી અનવરમીયા કાજી અનવરમીયાંને જન્મ વિસનગરમાં સંવત ૧૮૯૯ ના વૈશાખ વદ ૭ ને શુક્રવારને રોજ થયો હતો. તેમના પિતાનું નામ આજામીયાં અનુમીયાં હતું. તેમના વડીલો મૂળ અરબસ્તાનના વતની હતા અને અરબામાં કુરેશી વંશના ખાનદાન પૈકીના હતા. હિંદમાં જ્યારે મુસ્લીમ રાજ્ય થયું ત્યારે તેમના વડીલો પહેલાં દિલ્હીમાં આવીને વસેલા અને પછી લશ્કરની સાથે ગુજરાતમાં પાટણ ખાતે આવી વસેલા. તેઓ કાળનું–ન્યાયાધીશનું કામ કરતા હતા અને તે કામગીરી માટે તેમને વિસનગર કલ્લામાં જમીન-. જાગીર બક્ષવામાં આવતાં તેઓ વિસનગરમાં આવી રહેલા.