________________
પાંચ વર્ષનું સાહિત્ય- કવિતા નવતા વિનાની, વૃત્તો અને ગીતામાં લખાયેલી સામાન્ય કોટિની કવિતા અને ભક્તિનાં પદોનો એ સંગ્રહ છે.
“રૂપલેખા' (ભગવાનલાલ માંકડ); ગરબી, ભજનો અને રાગ-રાગિણીઓમાં લખેલી એમની કવિતા શુદ્ધ-સરલ ભાષામાં વહે છે અને વિશુદ્ધ હદયભાવો, આસ્તિકતા તથા અધ્યાત્મનો રંગ તેને લાગેલો છે.
“પંકજ-પરિમલ” (કમળાબહેન ઠકકર)માં સારાં ભાવગીતો રાગ-રાગિણીઓમાં લખાયેલાં છે. ભક્તિ અને હૃદયવિશુદ્ધિ એમાંનાં ગીતોનો મુખ્ય વનિ છે. નવા યુગનો ધબકાર નથી.
બોધબાવની' અને “મનુની ગઝલો' (મનુ હ. દવે)માંના પહેલા પુસ્તકમાં વ્યાવહારિક તથા નૈતિક શિક્ષણસૂત્રો દલપત શિલીએ મનહર છંદમાં ગૂંચ્યાં છે અને બીજામાં સામાન્ય ગઝલોનો સંગ્રહ છે. બેઉમાં કાવ્યતત્ત્વ ઓછું છે.
કુંપળ” (સ્વ. તરુણેન્દ્ર મજુમદાર): અકાળે અવસાન પામેલા જુવાન કવિની પ્રયોગદશાની સામાન્ય કવિતાઓને એ સંગ્રહ છે.
કાગવાણુંઃ ભા. ૧-૨’ (કવિ દુલા ભગત): ભાટો અને ચારણોની લાક્ષણિક કવિતાશલીમાં નૂતન રાષ્ટ્રભાવને અનેરી સ્વાભાવિકતાથી વણી લેતી કવિતાઓના આ સંગ્રહ કેવળ માર્મિક અને સુંદર વિચારોથી જ નહિ પણ ઝડઝમક, લોકઢાળે અને વેગભર્યા છંદોલયથી સમાજને ડોલાવવાનું સામર્થ બતાવી આપે છે. તળપદી વાણી અને તળપદા અલંકારો આ શિલીની એવી વિશેષતાઓ છે કે જે સમાજના બધા થરોને પહોંચી વળે તેમ છે.
“કારાણી કાવ્યકુંજ: ભાગ-૨’ (દુલેરાય કારાણુ)માં કચ્છી ઈતિહાસનાં કથાગીતો, નીતિબોધના ચાબખા અને વતનભોમ પ્રતિનો ભક્તિભાવ દર્શાવતી સામાન્ય કવિતાઓ વગેરે સંગ્રહ્યું છે.
‘લલિત કાવ્યસંગ્રહ’ (લલિતાશંકર વ્યાસ) એ નર્મદના ઉત્તર કાળના સમકાલીન કવિ લલિતાશંકર વ્યાસની કવિતાઓનો સંગ્રહ છે. ઘણીખરી કવિતાઓ પ્રાસંગિક સ્વરૂપની છે અને કેટલાંક દશ્ય નાટકોનાં ગીતો આપેલાં છે. આછા કાવ્યતત્ત્વવાળી એ કવિતાઓ છે અને ગેયતા તેને મુખ્ય ગુણ છે. દલપત-નર્મદ યુગની કવિતાઓનું સ્વરૂપ તે દાખવે છે.
“ઉત્ક્રાન્તિકાળ યાને વર્ણધર્મસમીક્ષા' (વિદ્યારામ વસનજી ત્રિવેદી) એ પદ્યમાં સનાતન હિંદુ ધર્મની સમીક્ષાનું પુસ્તક છે. ધાર્મિક જીવન ગાળવા માટેનો બોધ અને ઉબોધન એ તેમાંનું મુખ્ય તત્વ છે. કવિતાનો પ્રકાર કેવળ સામાન્ય છે.
“શ્રી કૃષ્ણ મહારાજ કાવ્ય' (રાજકવિ પિંગળશીભાઈ પાતાભાઈ અને