________________
A - ગ્રંથ અને સંથકાર ૫.૯ જન્મથી માંડીને મૃત્યુ સુધીના માનવજીવનના પ્રસંગેને અને પ્રાસંગિક ભાવોને આજની કવિતા પિતામાં સમાવી લે છે. જૂની પેઢીની સર્વાનુભવરસિકતા ઓછી થઈને સ્વાનુભવરસિકતા નવી કવિતામાં વધી છે. સ્થૂળ અભ્યાસ કરતાં કવિના નિજસંવેદનમાંથી કવિતાને અંકુર ફૂટીને વિશાળતા ધારણ કરતા વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. આ સંવેદનોની મર્યાદાને કારણે કવિતામાં પાંડિત્ય ઓછું તે સજીવતા વિશેષ જોવા મળે છે. - શૈલીક્રમે આ પાંચ વર્ષની કવિતા ઉપર દષ્ટિપાત કરતાં છેલ્લી અર્થધન શૈલી, ‘કાન્ત’-નરસિંહરાવની શિલી, બાલાશંકર–કલાપીની શિલી, દલપત–નર્મદની શૈલી, જૂના કવિઓની શૈલી, એ ક્રમ સ્વીકારી શકાય; પરંતુ બહુધા જુદીજુદી શૈલીઓનું સંમિશ્રણ એ કવિતાઓમાં થયેલું છે, એટલે અનુકૂળતા ખાતર અને વહેવા દૃષ્ટિએ નવીન પેઢી, મધ્યમ પેઢી અને જૂની પેઢી એ ત્રણ પેઢીઓમાં જ એ બધી શૈલીને વહેંચી દેવી એ એગ્ય છે. નવીન પેઢી
કવિતાસંગ્રહો શેષનાં કાવ્યો' (રામનારાયણ પાઠક) જાણે શૈલીમાં અને પદ્યપ્રકારોમાં બધી પેઢીઓનું પ્રતિનિધિત્વ દાખવી રહ્યાં છે. તેમાં દુહા, રાસ, ગરબા, ગીત, સૉનેટ, મુક્તક, ભજન, પ્રતિકાવ્ય ઇત્યાદિ સંગ્રહેલાં છે. શાંત, કરણ, શંગાર, અને હાસ્યરસની વાનગીઓ તેમાં મળે છે. તેમની કવિતામાં ભાવનિરૂપણ હદયના સંવેદનપૂર્વક ઊતરે છે, એટલે તેમાંની વિચારપ્રધાનતા કે અર્થપ્રધાનતાની પાછળ તત્ત્વાભિજ્ઞ માનસ અને આર્દ હદય દેખાયા વિના રહેતાં નથી. કિલષ્ટતાથી એમની કવિતા સામાન્ય રીતે મુક્ત હોય છે, પરંતુ વિશદાર્થદર્શક ભાષા પ્રતિનો તેમને પક્ષપાત તેમને અર્થને ભોગે શબ્દાળતામાં કે સરલતામાં સરી પડવા દેતો નથી. છંદો પર તેમનું પ્રભુત્વ છે, છતાં તેમાં કોઈ વાર જે શિથિલતા જોવા મળે છે તે કવિતાના રસની જાળવણી માટેના યથાર્થ શબ્દોની ગૂંથણીને કારણે આવેલી જણાય છે. તેમની કલ્પનાનો વિહાર અને ઊર્મિનું જેમ સ્વસ્થતા અને શિષ્ટતાના કિનારા નથી છેડતું.
“પારિજાત' (પૂજાલાલ દલવાડી): પ્રકૃતિપ્રેમ અને શાંત ચિંતન માટે તલસી રહેલું હદય આ સ્વાનુભવરસિક કવિતાસંગ્રહમાં ધબકી રહેલું છે. એમનું ચિંતન અને સંવેદન જે અર્થગૌરવ માગે તે પૂરું પાડવાને તેમને સંસ્કૃત શબ્દોનો પ્રયોગ વધુ કરવો પડે છે, પરંતુ તે યથાર્થ ભાવેની છાપ પાડીને જ વિરમે છે. પૃથ્વી છંદનો ઉપયોગ તેમણે સફળતાપૂર્વક કર્યો છે છતાં તે તેમની મર્યાદા પણ બને છે.