________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯
જુદાજુદા સાહિત્યપ્રવાહા પરના આ દષ્ટિપાત છે–સમીક્ષા નથી; એટલે સાહિત્યની જુદીજુદી શાખાઓમાંની કૃતિએની વિશિષ્ટતા, ગુણવત્તા કે નવીનતા પૂરતી સંક્ષિપ્ત નોંધ કિવા ઊણપના સહજ ઉલ્લેખ કરીને જ નિયત વિસ્તારમર્યાદાને સાચવી લીધી છે. કૃતિની કલાત્મકતાની ન્યૂનાધિકતાનું સૂચન આવશ્યક લાગ્યું ત્યાં માત્ર કર્યું છે, પરન્તુ તેથી વિશેષ ઊઁડાણુમાં જવાનું આ દૃષ્ટિપાત માટે શક્ય નથી. આ જ કારણે પાંચ વર્ષમાં જે જે પુસ્તકાની નવી આવૃત્તિએ પ્રસિદ્ધ થઈ છે તેમાં જે કાંઈ નાંધપાત્ર નવીનતા ન હેાય તે। આ વર્ષપંચકના સર્જનનું ફળ તે નહિ હોવાને કારણે તેની નોંધ લીધી નથી. સામયિકામાં થતાં સાહિત્યનાં અવલાકના અને સ્વીકારનાંધા, ખાસ કરીને ગુજરાત સાહિત્ય સભા તરફથી કરાવવામાં આવતી વાર્ષિક સમીક્ષા જે કાર્ય કરે છે તે જ કાર્ય આ દૃષ્ટિપાત દ્વારા બજાવવાને હેતુ મૂળથી જ રાખ્યા નથી. ગ્રંથ અને ગ્રંથકાર'ના આમા ગ્રંથમાં એક વર્ષમાં પ્રસિદ્ધ થએલાં પુસ્તકોની યાદી સરકારી ગૅઝેટમાંની યાદી ઉપરથી તારવીને આપી છે, તેથી કાંઇક વિશેષ અર્થસૂચક અને ઉપયોગી નેાંધવાળું આ વાડ્મયદર્શન અને એટલા માત્ર તેના આશય છે. કહેવાની જરૂર નથી કે વાડ્મયદર્શન માટે મૂળ પુસ્તકોમાંનાં ઘણાંખરાં તપાસી લીધા પછી ગુ. સા. સભાની વાર્ષિક સમીક્ષા અને સામિયકાની અવલોકનનાંધા મને કેટલાક પ્રમાણમાં માર્ગદર્શક - બની છે.
२
કવિતા
જૂનાં છંદ, પદ અને દેશીઓવાળા કવિતાસાહિત્યમાંથી ઊતરેલી દલપતશૈલી અને નર્મદશૈલી, એ શૈલીએ સાથે અનુસંધાન ધરાવતી ‘કાન્ત’ અને નરસિંહરાવની શૈલી, કારસી કવિતાના સંપર્કથી જન્મેલી ખાલાશંકર અને કલાપી'ની શૈલી, અંગ્રેજી બ્લૅક વર્સના પ્રભાવે પ્રકટાવેલી કવિ નાનાલાલની ડેાલનશૈલી, શબ્દાળુતામાં સરી જતી કવિતાને વિચાર તથા અર્થમાં સધન અનાવતી બ. ક. હાર્કારની શૈલીઃ એ બધી શૈલીએની કવિતા આ પોચ વર્ષમાં કવિતા-સાહિત્યમાં ઉમેરાઈ છે. દલપતની પૂર્વે લખાતાં પદો તે દેશીઓ, દોહા, સારડા ને મુક્તા, એના વારસા આજે લખાતી કવિતામાં ઊતરતા રહ્યો છે. દલપત–નર્મદ શૈલી સંમિશ્રિત થઈને સરલ કવિતામાં સારી પેઠે જળવાઈ રહી છે. ‘કાન્ત' અને નરસિંહરાવની શૈલી જીવંત છે પરન્તુ મુખ્યત્વે ખંડકાવ્યામાં. બાલાશંકર અને ‘કલાપી'ની શૈલી મુસ્લિમ કવિઓની ગઝલેા