________________
પાંચ વર્ષનું સાહિત્ય - વિજ્ઞાન
૧૦૫
શીખવવા માટે આ પુસ્તક તૈયાર કર્યું છે. સામાન્ય ભાષાશિક્ષણના ગ્રંથાથી જુદી જ પતિ તેમાં અંગીકારેલી છે. ‘હિંદી ભાષાનું સુગમ વ્યાકરણ' (ખંડેરાવ મૂળે અને નરેદ્ર નાયક) ગુજરાતીદ્રારા હિંદી શીખવા માટેનું એ વ્યાકરણ છે.
‘મેઝિક ઇંગ્લીશ ગ્રંથમાળા' (હરિકૃષ્ણ વ્યાસ) ઃ ૮૫૦ શબ્દોથી અંગ્રેજી ભાષા-મેઝિક ઇંગ્લિશ શીખવા માટેનાં અંગ્રેજી પુસ્તકો ઘણાં છે. આ ગ્રંથમાળા ગુજરાતી દ્વારા સરલ રીતે અંગ્રેજી શીખવા માટે તૈયાર કરવામાં આવી છે.
વિજ્ઞાન
વિજ્ઞાનની સંખ્યાબંધ શાખાઓ અને પ્રશાખાઓ છે; એ બધી શાખાને આવરી લે તેટલું વિજ્ઞાનસાહિત્ય મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં છે, પણ તેમાંથી જૂજ શાખાએને સ્પર્શતાં ગણ્યાં-ગાંઠ્યાં પુસ્તકો જ આપણી ભાષામાં ઊતર્યાં છે. વિજ્ઞાનનાં મૌલિક પુસ્ત। જે કાંઈ છે તે મુખ્યત્વે કળા, આરેાગ્ય અને ઉદ્યોગેાને લગતાં છે અને બાકીનામાં કાઇક મૌલિક અને વિશેષાંશે અનુવાદિત છે. એ સાહિત્યની ઊણપ વિજ્ઞાનના અભ્યાસી લેખકોની અને તેના રિસક વાચકોની ઊણપાને આભારી છે. અભ્યાસ કે વ્યવસાયને અંગે વિજ્ઞાનની જુદીજુદી શાખામા પરિચય સાધવા ઇચ્છનારાએ તે તે શાખાઓનાં અંગ્રેજી પુસ્તકોથી ચલાવી લે છે, એ આજની વસ્તુસ્થિતિ છે. ક્લાવિજ્ઞાન
લલિત કળામાં સંગીત, ચિત્ર અને અભિનયનાં ઘેાડાંથેાડાં પુસ્તકા આ પાંચ વર્ષમાં પ્રસિદ્ધ થયાં છે અને ગણ્યાં-ગાંઠયાં પુસ્તકો પ્રકીર્ણ લલિત કળાઓનાં છે. ગુજરાતમાં સંગીત કળાનેા અભ્યાસ વધ્યા છે પરન્તુ એ વિશેનાં પુસ્તકોને ફાલ પહેલાં કરતાં ઘટ્યો છે. ચિત્રકળા જેટલા પ્રમાણમાં ખીલી છે તેટલા પ્રમાણમાં ગ્રંથસ્થ પ્રકાશના વધ્યાં નથી. અભિનય કળાના વિકાસનો ભોગવટા માલપરા જ મોટે ભાગે કરી રહ્યાં છે. મુદ્રણકળામાં આપણે ખીન્ન પ્રાંતા કરતાં પછાત નથી પણ એ કલાનું શાસ્ત્રીય જ્ઞાન તે અંગ્રેજી પુસ્તકોમાંથી જ લેવું પડે છે.
‘પ્રાચીન અને અર્વાચીન ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકલા' (બચુભા રાવત) માં પ્રાચીન કાળની ચિત્રલિપિથી માંડીને આધુનિક છાપેલાં પુસ્તકામાં વપરતાં ગેભનચિત્રા તથા કળાચિત્રા આદિના પ્રકાર અને વૈવિધ્યનું દર્શન ચેાગ્ય પૃથક્કરણ અને આકૃતિદ્રાસ કરાવ્યું છે,