________________
પાંચ વર્ષનું સાહિત્ય- કેશ-વ્યાકરણ
૧૦૩ નજીક આવેલા રામનગર આશ્રમવાળા રામભક્ત સ્વામી રામદાસજીએ સંસાર છોડી દેશના જુદા જુદા ભાગમાં પ્રવાસ કરેલો તેનું વર્ણન આ પુસ્તકમાં છે. મૂળ કાનડી ઉપરથી ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. શ્રદ્ધાળુ પ્રભુભક્તની દષ્ટિ તેમાં ઓતપ્રોત છે અને પ્રવાસના અનુભવો રસિક તથા બોધક છે.
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળ વિજ્ઞાન” (ભોગીલાલ ગિ. મહેતા)માં પ્રાકૃતિક અને આર્થિક દૃષ્ટિએ ગુજરાતની ભૂગોળ આપવામાં આવી છે. તેના લેખને પાછળ લેખકે ખૂબ શ્રમ લીધેલો દેખાઈ આવે છે અને પુસ્તકને સારી પેઠે માહિતીવાળું બનાવવામાં આવ્યું છે.
ભૌગલિક કોશ' (સ્વ. ડાહ્યાભાઈ દેરાસરી) : પ્રાચીન–મધ્યકાલીન ઇતિહાસમાં જાણીતાં સ્થાનોનો પરિચયાત્મક એવા આ ગ્રંથના છૂટક ખેડે છે. માહિતી અદ્યતન નથી, પણ ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનો આ પહેલો જ કેશ છે.
કોશ-વ્યાકરણ વિદ્યાપીઠના “સાર્થ જોડણીકોશ'ની ચારેક આવૃત્તિઓ થઈ ચૂકી છે, છતાં વ્યુત્પત્તિ, શબ્દમૂળ અને ઉદાહરણોથી યુક્ત સંપૂર્ણ શબ્દકોશની ત્રટિ હજી ચાલુ જ રહી છે. શબ્દકોશને સર્વાંગસંપૂર્ણ રીતે તૈયાર કરવાની દૃષ્ટિથી થયેલા કાર્યારંભે પરિપૂર્ણતાએ પહોંચી શક્યા નથી, જેના દાખલા ગુ. વ. સોસાયટીનો શબ્દકોશ અને “ગોમંડળકોશ છે. છેલ્લા કોશનો તો હજી એક જ ગ્રંથ બહાર પડ્યો છે. આ જોતાં વિદ્યાપીઠના કેશને જ સંપૂર્ણ કેશરૂપે વિકસાવી શકાય તો એ ત્રુટિનો અંત આવે.
પારિભાષિક શબ્દકોશેના પ્રયત્નો જુદી જુદી દિશાઓમાં થયા છે અને હજી થઈ રહ્યા છે. સર્વમાન્ય નહિ તો બહુમાન્ય વૈજ્ઞાનિક શબ્દકોશની ઉણપ સાલ્યા કરે છે. બ્રહ્મવિજ્ઞાન સાથે સંબંધ ધરાવતા બે કોશગ્રંથો આ પાંચ વર્ષમાં મળ્યા છે.
કોશ તથા વ્યાકરણના ગ્રંથો વિશેષાંશે તો આ સમય દરમિયાન રાષ્ટ્રભાષાના અભ્યાસ તથા પ્રચારને અંગે જ પ્રસિદ્ધ થયા છે. કેશગ્રંથો
જોડણી માટે ખિસ્સાકેશ” (નવજીવન કાર્યાલય) ગુજરાતી શબ્દોની શુદ્ધ જોડણી માટે આગ્રહ ધરાવનારાઓ પણ વહેવારુ મુશ્કેલીને કારણે એ