________________
પાંચ વર્ષનું સાહિત્ય - પ્રવાસ અને ભૂગાળ
૧૦૧
‘રંગદ્વેષના દુર્ગં ભાગ ૧-૨' (પ્રાણશંકર દ્વેષી)માં દક્ષિણ આફ્રિકાને સમૃદ્દ કરનાર હિંદી પ્રશ્નને હાંકી કાઢનારા ગેારા વસાહતીઓના રંગદ્વેષને ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે.
ટસ્કેજી અને તેના માણ્યેા' એ મુકર ટી. વાશિંગ્ટનની ટસ્કે સંસ્થાનું ધ્યેય, તેની કાર્યપદ્ધતિ તથા સિદ્ધિની માહિતી આપનારું પુતક છે.
પ્રવાસ અને ભૃગાળ
ભૂંગાળનાં પાચ પુસ્તકોને બાદ કરીએ તેા ભૂંગાળ વિજ્ઞાનને લગતાં પુસ્તકો "હુ જૂજ લખાય છે અને આ પાંચ વર્ષમાં તેવાં એ જ પુસ્તકા મળ્યાં છે. પ્રવાસનાં પુસ્તકા પ્રમાણમાં ઠીક લખાય છે અને એમાં કેટલીક નવીનતા પણ્ હેાય છે. પ્રવાસીઓને કે યાત્રાળુએને મદદગાર થાય તેવાં માત્ર માહિતી એકત્ર કરીને—વિના પ્રવાસ કર્યે લખેલાં પુસ્તકા હવે ભાગ્યે જ બહાર પડે છે, અને તેને બદલે પ્રવાસ કરીને પ્રવાસના પ્રદેશની છાપ વાચકના ચિત્તમાં છાપી શકે તેવાં પ્રવાસવર્ણના, સૌંદર્યનિરીક્ષણ, સમાજદર્શન ત્યાદિ આપનારાં પુસ્તકા પહેલાં કરતાં વધુ લખાતાં થયાં છે. સાહિત્યદૃષ્ટિએ એવાં પુસ્તકો વાચકને લેખકના સહપ્રવાસીના જેવા આનંદ ઉપજાવે છે અને પ્રવાસ માટેના રસ જગાડે છે. પોતાના જ દેશસંબંધી જ્ઞાનની ખાટ તેથી એક રીતે પૂરી પડે છે. જે દેશમાં સારા માણસા ધર્મનિમિત્તે યાત્રા કરે છે તે દેશના મુઠ્ઠીભર લેખક અને નિરીક્ષકા જ પેાતાના ચિત્ત પરની છાપને અક્ષામાં ઉતારે છે એ વાત અસંતાપ ઉપળવે તેવી છે, છતાં. તેમાં ય સંતાનું કિરણ એ છે કે સરસ પ્રવાસવર્ણનો પૂરા રસથી વંચાય છે અને તેને પરિણામે ‘હિમાલયના પ્રવાસ' પાંચમી, 'લોકમાતા’ બીજી અને ‘સૌરાષ્ટ્રનાં ખંડેરામાં' બીજી આવૃત્તિ પામ્યાં છે.
‘સ્મૃતિ અને દર્શન’(રતિલાલ ત્રિવેદી) : એ નદી, પહાડા અને ગિરિનગરાના પ્રાકૃતિક સાંદર્યથી ભરેલા પ્રદેશમાં કરેલા પ્રવાસનાં સંસ્મરણા અને બાહ્યાંતર દર્શનના ભાવવાહી વાણીમાં આપવામાં આવેલા પ્રસાદ છે. પ્રવાસવર્ણન કરતાં ય વિશેષાંશે તેમાં લેખકના અંતરમાં ઊડેલી ભવ્ય-દિવ્ય છાપાનું રેખાંકન અને ચિંતન છે.
‘પગદંડી' (ગૌરીશંકર દ્વેષી: ધૂમકેતુ) : એ લેખકે કરેલા પ્રવાસની વર્ણનાત્મક અને ચિંતનાત્મક નિબંધિકા સંગ્રહ છે. લેખકમાં પ્રકૃતિસૌંદર્યની દૃષ્ટિ છે, સ્થાપત્ય-કલા પ્રેમ છે અને સમાજદર્શનના શાખ