________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ અભિમત વિશિષ્ટાદ્વૈતની તત્વચર્ચા તેમાં છે. બીજું પુસ્તક રામાનુજાચાર્યની શિષ્ય પરંપરામાં થયેલા સાતમા આચાર્ય શ્રી લોકાચાર્યના મૂળ ગ્રંથના અનુવાદનો છે. ચિ, અચિદુ અને ઈશ્વર એ ત્રણ તો તેમાં નિરૂપાયાં છે.
“સિદ્ધાન્તપ્રકાશ' (પ્રકાશક-મંછારામ મોતીરામ) : રવિભાણ સંપ્રદાયના રવિસાહેબે લખેલા મૂળ સૂત્રાત્મક ગ્રંથ ઉપર એ સંપ્રદાયના ત્રણ સાધુએ લખેલું એ ભાષ્ય છે.
કબીર સંપ્રદાય' (કીશનસિંહ ચાવડા)માં કબીરનું જીવન, કવન, રહસ્યવાદ તથા તેના સિદ્ધાંતો, ગુજરાત પર તેની અસર ઇત્યાદિ દર્શાવેલાં છે. શ્રી સત્ય કબીર દિગ્વિજય” (મહંત રતનદાસજી સેવાદાસજી)માં સાંપ્રદાયિક દષ્ટિએ કબીરનું જીવન, તેમના ઉપદેશપ્રસંગે તથા ઉપદેશાતત્ત્વ આપેલાં છે.
જપ (મગનભાઈ દેસાઈ) : શીખના ધર્મના એ નામના પ્રાર્થનાપુસ્તકનો અનુટુપ છંદમાં કરવામાં આવેલો અનુવાદ છે, જેનું મહત્ત્વ તેમાંનો ગુરુ નાનક અને આપણી સંસ્કૃતિ' એ લેખ બતાવી આપે છે.
તત્ત્વમીમાંસા' (ભૂપતરાય દવે) : એ સાધુ શાન્તિનાથના પ્રાગ્ય દર્શન સમીક્ષાને ઉઘાતનું ભાષાંતર છે. બધા ધાર્મિક અનુભવોને ભ્રમરૂપ દર્શાવતા શુન્યવાદનું તે સમર્થન કરે છે.
“સદાચાર' (મૂળજી દુર્લભ વેદ) : શ્રીમાન શંકરાચાર્યના કહેવાતા ૫૪ કલોકના “સદાચાર' ગ્રંથ ઉપર શ્રી. હંસ સ્વામી (ઈ. સ. ૧૮૪૫–૯૫) એ લખેલી એવીબદ્ધ મરાઠી ટીકાનો આ ગુજરાતી અનુવાદ છે, તેમાં શૌચ, પ્રાણાયામ, જપ, તર્પણ, હેમ, અર્ચન વગેરે સદાચારનાં અંગેનું વેદાંતદષ્ટિએ આધ્યાત્મિક વિવરણ કરેલું છે. જૈન
“મહાવીર કથા' (ગોપાલદાસ જીવાભાઈ) : આ લેખકે જૈન સૂત્રસાહિત્ય અને ગ્રંથસાહિત્યને સરલ ગુજરાતી ભાષામાં ઉતારવાના જે સ્તુત્ય પ્રયત્નો કર્યા છે તેને લીધે સાંપ્રદાયિકતાથી નિરાળું એવું જૈન તત્ત્વજ્ઞાનનું સુંદર સાહિત્ય ગુજરાતી ભાષાને મળ્યું છે. આ પુસ્તકમાં જૈન તીર્થકર મહાવીર સ્વામીની પૂર્વકથા અને જીવનકથા ઉપરાંત તેમની દષ્ટાંતકથાઓ અને સદુપદેશ પણ સમાવેલાં છે. જૈન સામગ્રીમાંથી જ તૈયાર કરેલું આ પુસ્તક તસ્વનિરૂપણમાં લેખકની સમદષ્ટિ, વિશાળતા અને અભ્યાસનિષ્ઠતા બતાવે છે. મહાવીરે ભારતને અહિસાગનું એક સ્વતંત્ર દર્શન આપ્યું છે એ તેને એકંદર વનિ છે. “મહાવીર સ્વામીનો અંત્રિમ ઉપદેશ” એ એ જ