________________
પાંચ વર્ષનું સાહિત્ય - ધર્મ અને તત્ત્વજ્ઞાન
૯૯
નામાં રાખીને લખાયેલા લેખેા સંગ્રહેલા છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સર્વધર્મસમભાવની ઉદાર દિષ્ટ ધારણ કરતાં એ લેખા શીખવે છે. ધનુરાગી સાધકોની દૃષ્ટિને પવિત્ર અને ઉદાર મનાવવાના ધર્મગુણ પણ તેમાં રહેલા છે.
‘અધ્યાત્મજીવન’(રાજ) : જીવનને સંસ્કારી અને ઉન્નત બનાવે તેવી ગુણવત્તા આ ગ્રંથના લેખામાં રહેલી છે. શ્રી. જિનરાજદાસના અંગ્રેજી લેખાને એ સુવાચ્ય અનુવાદ છે અને બેંકે તેમાંની મુખ્ય દૃષ્ટિ થિયાસોક્િસ્ટ તત્ત્વજ્ઞાનની છે તેપણ થિયોસોફીને સર્વધર્મસમન્વય ગુણ તેમાં ઊતર્યો હાઇને તેને સાંપ્રદાયિક લેખી શકાય તેમ નથી. શ્રી. જિનરાજદાસના જ બીજા પુસ્તક Mysticism અનુવાદ ‘યેાગજીવન’(ભૂપતરાય મહેતા) પવિત્ર આધ્યાત્મિક જીવનના માર્ગો દર્શાવે છે. સામાન્ય યૌગિક પ્રક્રિયાઐાથી જ સાચા યેાગી બનાતું નથી પરન્તુ માનસયેાગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાથી યેાગવન જીવી શકાય છે એ આ ગ્રંથના ધ્વનિ છે.
‘માનવધર્મ’(જયંતીલાલ આચાર્ય) : એ રવીન્દ્રનાથ ટાગારના એક વ્યાખ્યાનના સુવાચ્ય અનુવાદ છે. ત્યાગ તથા તપસ્યામાં જ માનવતા રહેલી છે એ તેનેા પ્રધાન સ્વર છે.
‘હિંદી સંસ્કૃતિ અને અહિંસા’(ભારકરરાવ વિદ્રાંસ) શ્રી. ધર્માંનંદ કાસંબીના એ નામના મરાઠી પુતકનો અનુવાદ છે. વૈદિક, શ્રમણ, પૌરાણિક અને પાશ્ચાત્ય સંસ્કૃતિની ઇતિહાસરેખા દોરીને તેમાં ઉત્તરાત્તર વિકસતી રહેલી અહિંસાદષ્ટિ... ક્રમિક વિકાસ મૌલિક વિચારણાપૂર્વક રજૂ કરવામાં આવ્યા છે. વિષય ધર્મને સ્પર્શતા હેાવા છતાં ઇતિહાસદૃષ્ટિ પ્રધાન છે.
‘કલ્ટી’(શ્રો. નગીનદાસ પારેખ) અને ‘જગતને આવતી કાલના પુરુષ': એ બેઉના પ્રધાન સુર આંતરરાષ્ટ્રીય માનવજગત સમક્ષ ભાવી ધર્મને અરીસા ધરવાના છે. મેઉ પુસ્તકા ડૉ. રાધાકૃષ્ણનનાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનના અનુવાદો છે. પ્રથમ પુસ્તક લેખકે સામાન્ય વાચકો માટે લખ્યું હતું, જેમાં તેમણે સંસ્કૃતિનાં અસંખ્ય અંગો પૈકી ધર્મ, કુટુંબવ્યવસ્થા, આર્થિક સંબંધ, રાજકારણ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ એ પાંચેની આલોચના કરી ભાવી પુનર્ઘટનાની રૂપરેખા દેરી છે. બીજું પુસ્તક તેમણે ઑક્સફર્ડના વિદ્વાન સમક્ષ વાંચવા માટેનાં વ્યાખ્યાના રૂપે લખેલું હતું, જેમાં યુરાપીય કાર્યકુશળતા સાથે આર્યજીવનદિષ્ટને યાગ કરીને આવતી કાલની નવીન સંસ્કૃતિની ઇમારતનું રેખાંકન કર્યું છે. સર્વધર્મસમભાવપૂર્વક ડૉ. રાધાકૃષ્ણને અનેક સંસ્કૃતિએની આરપાર કરેલું ક્રાન્તદર્શન આ પુસ્તકામાં જોવા મળે છે.