________________
પ્રકીર્ણ લેખસંગ્રહ
ગુજરાતી ભાષા
મુખમુદ્રાના સમ્બન્ધમાં ગુજરાતી ભાષા વિષે નિબન્ધ રચી અહીં જે સાથે મૂક્યો હોય તો આ કેશને વિશેષ શેભા મળે પણ પુરતાં સાહિત્ય ન મળવાથી તથા મળ્યાં છે તેટલાં ઉપર પુરતો વિચાર કરવાને સમે અનુકૂળ ન હોવાથી તે નિબન્ધ મારી ઈચ્છા છતે પણ લખી શકાતો નથી. તો પણ અવે પછી મારા ને બીજાઓના શોધને સહાય થઈ પડે તેવું થોડુંએક નેધી રાખું છઉં – | ગુજરાતી ભાષા એટલે ગુજરાતના લોકની ભાષા. કાળકાળ ગુજરાતમાં નવાં નવાં રાજ્યો થયાં ને લય પામ્યાં. રાજ્યની સીમામાં વધઘટ થવાથી ગુજરાતી કેવાતા લોકની સંખ્યામાં પણ વધઘટ થયાં કીધી. વળી અનેક ધર્મના લોક અનેક પ્રકારની બલીયો બોલ્યા છે-બાર ગાઉએ બોલી ફરે' એવી કેવત પણ છે; તે, ગુજરાતી ભાષા તે કેટલા પ્રદેશના કીઆ ધર્મને માનનારા લોકની સમજવી ? જોઈએ –એકાદા મેટા પ્રદેશમાં જુદાં જુદાં ઠેકાણુના ને જુદા જુદા વર્ગના લોક પિતાના સામાન્ય વ્યવહારને અર્થે ઘણું કરીને એક સરખી રીતે બોલે છે ને એ સામાન્ય ભાષા છે, તેટલા પ્રદેશનાં નામ ઉપરથી ઓળખાય છે. વળી પ્રદેશનાં નામ લેક ઉપરથી પડે છે પણ પાછા લોક, પ્રદેશનાં નામથી ઓળખાય છે, એ પરસ્પર સમ્બન્ધ છે-તેટલા માટે, ગુજરાત એ નામ મૂળે અમુક બોલી બોલનારા લોકના ઉપરથી પડવું જોઈએ. એ લોક કણ હતા ને કેવી બેલી બોલતા ? અમણ આપણે બોલિયે છેકે તેવી કે જૂદી રીતની તે જાણવું પ્રથમ અવશ્ય છે.
ગુજરાત એ શબ્દ સંસ્કૃત પુસ્તકોમાં ગુર્જરદેશ લખાય છે. ગુર્જર દેશ એમ અર્થ છે તે ગુર્જરલોક તે કોણ એમ પૃચ્છા
ને ગુજરાષ્ટ્ર (ગુર્જરે શેભા પામ્યા જ્યાં તે ) અથવા ગુર્જરત્રા (ગુજરએ રક્ષણ કરેલી એવી તે) એ શબ્દો કોઈ કઈ ભણ્ડળમાં સાંભળવામાં આવે છે. સંસ્કૃત શબ્દોના અર્થ પ્રમાણે ગુજર્જર કેવાતા લોકોની પૃથ્વિ તે ગુજરાત છે. ગૂરૂ ધાતુ, ભક્ષણ-ઉદ્યમ; હિંસા-ગતિ એ અર્થને વિષે પ્રવર્તે છે ને એમાંથી ઉદ્યમ-હિંસાના અર્થ ગુજરાતના લોકને લાગુ પાડતાં હિંસા કરનારા અને ખેતી વણજવેપાર એ ઉદ્યમ કરનારા લોક તે