________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
વણકરને વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલ સૂણ કરગરી કહું તે ધ્યાનમાં લે, ના ભૂલીશ તારો ગુણ.
ભલા જે તું દેહ વણે મારે,
વાણીતાણે વાપરજે સારો. દેહને સ્વામી હું બલધારી, જેવો દીસું બળવાન, તેવું વણી મને ખોળિયું દેજે, રાખજે ભાઈ ભાન.
ઘડી ઘડી ફાટે ને તૂટે,
નકામાં તેજ એમાં ખૂટે. તેજને સ્વામી હું, ના વલખાં મારું રૂપને કાજ, રૂપના ભૂખ્યા કેઈને દેહે દેજે સ્વરૂપના સાજ.
વાણીતાણું હેય ભલે કાળા,
રંગી એનાં પાડીશ ના ગાળા. જાડા જાડા ને ચીકણે જોઈ લેજે તું હાથમાં તાર, ઝૂઝવા જાયે આતમ જ્યારે, અધવચ તૂટે ના તાર.
વાણીતાણું વજજરના કરજે,
કુસુમોની કોમળતા ભરજે. વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ, કરગરી કહું તે ધ્યાનમાં લે, ન ભૂલીશ તારે ગુણ.
ભલા જે તે દેહ વણે મારે,
વાણીતાણ વાપરજે સારો. (ઊર્મિ)
જેઠાલાલ ત્રિવેદી
લા વા પૃથ્વી પેટાળ તારે દવ નિત સળગે, અંતરે તેય તારે હાસે શે કૂંપળો આ હરિત ! મૃદુલ રે! અંકુર કેમ ફૂટે? ભારે હૈયેય લાવા પ્રતિદિન પ્રજળે, ના શમે ક્રોડ વાતે, બાળે ઊર્મિ,મધુરાં સ્વપન, પ્રિયતણી સંસ્કૃતિ રમ્ય,ઓ રે! માતા આ રંક કેરૂં ગુરુ પદ લઈ કો ભાવ ઉદાત્ત પૂર
લાવાની ઝાપટે છે ઉર ડસડસડું, લોચને હાસ વેરે ! (પ્રસ્થાન).
દુર્ગેશ શુકલ
૨૫૬