________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ઊડવા દો ઊડતાં પંખીડાંને ઊડવા દે, સંત,
ઢળતાં પાણીડાંને ઢળવા રે જી. ઊઘડે કમળ ઊંડા જળના કાદવમાં,
કાદવ કાઢી કરશે કોરું ના જી. મૂંગી માનું છોરું ગાતું જ જનમે, | વેલાને વળગે કેળું, મારા સંત.
ઊડતાં પંખીડાને ઉડવા દે છે. પથ્થર-પેટથી ઝરણું ઝમે, પેલા
કિંજસને સૂત દાતાર રે જી. કાળી અમાસે શોભે દીવાળી,
લટું ઘડે સનાથાળ, મારા સંત
ઊડતાં પંખીડાંને ઊડવા દો જી. ભલે ને ભૂંડું ભેગું જગમાં જોયું, ભાયા,
ખાંડણિયે દાડમ ખાંડ્યાં રે જી. જીવતા જીવનની નવી રે નિશાળે,
નવલા પાડા અમે માંડયાં, મારા સંતે,
ઊડતાં પંખીડાંને ઊડવા દે છે. ભલું રે હેજે, જે ભૂંડું ગમે ત્યાં,
અમારી આશા અમ આધારછ, સઘળાંને સાથે લઈ સંઘ અમે કાવ્યો,
ટોચને જ તાકવાનો નિરધાર, મારા સંતે,
ઊડતાં પંખીડાંને ઊડવા દો છે. કોયા ભગતે જૂની કંઠીઓ તેડી નાખી,
વચલી દેરી રાખી ઝાલી રે જી. ઉજમાવી જિંદગી જીવવા મથું, બધી
દુનિયાને ગજવામાં ઘાલી, આ સંતે,
ઊડતાં પંખીડાને ઉડવા દે છે. ( કૌમુદી )
સુન્દરમ
-
૨૩૪