________________
૧૯૩૫ની કવિતામાંથી ચૂંટણું
ભાવવૈવિધ્ય
(પૃથ્વી) ઘરે ! રખડુ ઠામઠામ ભટકંત પાછા ફરેઃ ફરે ધણુ સમોઃ “અસૂર થયું એમ ઉતાવળે, દરેક ડગલે રજ થળથળનિ ખંખેરતે; ફરે ખગ સમો “હજી નભ સુહામણું” એમ એ સમીપ પણ નીડ બહાર જરિ સાંધ્ય શોભામહીં, પ્રસારિ ફફડાવી પાંખ, રચિ વર્તાલ સેલ; ફરે જન મુમુક્ષુ જેમઃ “પરધામથી અન્ય તે, ઈહિ–સ્થલ બધાં સમાન, ઉરનો વિસામો ન કે, વિરાગ મનમાંહ્ય એમ “ધર-હાલ મંદાવત; ફરે વિધુર શો: ફરી અનુભવંત જનો ઘણ; ફરે-નિજ પડ્યાં મુકેલ લઘુ મેટ કર્તવ્યમાં નવા ઉજમથી ફરી સડસડાટ લાગી જવા. પતી રખડઃ જીવ એકલ, ઘરે તું પાછો ફરે;
તરંગ લહરે દિલે તુજ કયા ક્યા આ પળે ! (નવચેતન)
બલવન્તરાય ક. ઠાકર
- આથમણી બારી
(અંજની) ઉત્તર દખ્ખણ અને ઉગમણું, ભલે ભીડજો બારીબારણું, એક રાખજે ખુલ્લી મારી
આથમણું બારી. ૨૨૩