________________
3. હરિલાલ હર્ષદરાય ધ્રુવ
તેહણે ઘણી સેવા બજાવી છે. તેહના ગ્રંથ વિદ્વાન વર્ગમાં સુપરિચિત અને સુપ્રતિષ્ઠિત છે. સ્વદેશ સેવા એ તેહને જીવન મંત્ર હતું. તેહનાં કાવ્યોમાં સર્વત્ર સ્વદેશ પ્રીતિ, સ્વદેશાભિમાન, અને જાતિયતા નીતર્યો કરે છે.
તેહણે તેહના કુટુમ્બમાં પણ સાહિત્યસેવાનાં બીજ રોપ્યાં છે.
તે અનેક પ્રવૃત્તિવાળા મહા પુરૂષ હતા. અનેક માર્ગે પિતાની પ્રવૃત્તિ ન નિયાજતાં એકજ ભાગે યોજી હોત તો તે સવિશેષ દીપી નીકળત. નૈિસર્ગિક કાવ્ય શક્તિ તેહનામાં કેટલી પ્રબળ હતી તે તેહનાં “પ્રવાસ પુષ્પાંજલિ” ઉપરાન્તનાં પ્રવાસમાં લખાયેલાં અનેક કાવ્યો ઉપરથી સહજ અનુભવાય છે. તેમહની કવિતા સ્વાનુભવ રસિક છે. તેહની કવિતા શૈલી પ્રથમ સંસ્કૃતમય હતી; પછી ફાર્સી થયેલી. તેમાં અંત સૂધી ફેરફાર થતું ગયું હતું. તેહનાં છેવટનાં કાવ્યો જે હજુ અપ્રસિદ્ધ છે તે અતિશય સરલ, સુંદર, મનોહર અને ભાવમય છે. વખતના વહવા સાથે તેમની કવિતા પ્રસિદ્ધિ પામતી જશે અને તેમની સેવા ગૂજરાતી સાહિત્યમાં કેટલી બધી છે તે પણ સમજાશે. અસ્તુ.
પાઠાના દરદથી સુરતમાં તે ઈ. સ. ૧૮૯૬ના જુનની તા. ૨૯મીએ ચાલીશ વર્ષની વયે અવસાન પામ્યા હતા
– એમની કૃતિઓ – (૧) આહારમીમાંસા. (૨) આહારમીમાંસા તથા નિર્ણય.
આર્યોત્કર્ષ વ્યાયેગ. (૪) કુંજ વિહાર (૬) પ્રવાસ પુષ્પાંજલિ (6) પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાલા. (૭) લધુ ચાણક્ય (૮) વસંત વિલાસિકા
વિદેહી ગુજરાતી સાક્ષરે ઉપરથી.
૨૨૧