________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
કાંગા” એ નામની સોલીસીટરની પેઢીમાં નોકરી સ્વીકારી અને મુંબાઈમાં વકીલાત કરવી શરૂ કરી.
અમદાવાદ છોડી મુંબઈ આવ્યા તે પહેલાં અમદાવાદમાં પિતાની જ્ઞાતિની “સ્વસુધારક સભા” ને સજીવન કરી જ્ઞાતિમાં યોગ્ય એવા સુધારા કરવા માટે પ્રવૃત્તિઓ આદરી. ઉપરાંત અમદાવાદની “સાહિત્ય સભા” માં સભ્ય તરીકે જોડાઈ સાહિત્યસેવા કરવાનો વિચાર કરે. અમદાવાદમાં સ્થપાએલી “ગોખલે સોસાયટી' તથા હોમરૂલલીગ” ની શાળામાં સક્રિય ભાગ લઈ રાજકીય પ્રવૃત્તિમાં પણ પડવાને મનસુબે કર્યો હતે.
પણ મુંબઈમાં જીવનના હરેક ક્ષેત્રમાં સંગીન કાર્ય થઈ શકે એ ખ્યાલથી અમદાવાદ છોડયું અને મુંબઈ આવ્યા. આ વખતે એમની નવલિકાઓ અને હાસ્યરસ પ્રધાન લેખો ઘણું માસિકમાં આવતા હતા અને આજ વખતે તેઓ વીસમી સદીના આદ્યસ્થાપક હાજીમહમદ અલારખી આ શિવજીના સંસર્ગમાં આવ્યા અને તેમનો પિત્સાહન અને સહકારથી “ગોવાલણ” વિ. વાર્તાઓ “વીસમી સદી” માં પ્રસિદ્ધ કરી નવલિકાના આદ્ય લેખક તરીકે ગુજરાતભરમાં નામના મેળવી પણ તેમના તરફથી વધારે પ્રાણવાનને સુંદર કૃતિઓ આપણને મળે અને સાહિત્ય પ્રદેશમાં તેમની કીર્તિસુવાસ પ્રસરે તે પહેલાં તે ઇ. સ. ૧૯૧૯ ના જૂન માસની ૨૪મી તારીખે એપેન્ડીસાઈટીસના દર્દથી તે દેવલોક પામ્યા.
એમનું જીવન જેટલું ટુંકુ તેટલું જ ટુંકું એમનું સાહિત્યજીવન હતું અને તેથી તેમની એક પણ કૃતિ પુસ્તક ફળે તેમની હયાતિમાં બહાર પડી નહતી પણ ઇ. સ. ૧૯૩૫ ના જૂન માસમાં તેમના પત્ની ડે. ભાનુમતિ એ “ગેવાણી અને બીજી વાત ” એ નામને ૨૨ વાર્તાઓનો વાર્તા સંગ્રહ બહાર પાડે છે. ઉપરાંત તેમની કેટલીક અધૂરી વાર્તાઓ પ્રસિદ્ધ થવી બાકી છે. તેમણે અનેક હાસ્યરસપ્રધાન અને હળવા કાવ્યો લખેલાં છે તે જુદા જુદા માસિકમાં છપાએલાં છે.
૨૦૮