SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ રંગનાથ શંભુનાથ ઘારેખાન–બી. એ. હેશઆરી, ચાલાકી દરેક કામમાં ઉંડા ઉતરવાની તેમની વિવેક બુદ્ધિ અને હાથ લીધેલું કામ ખંતથી અને પ્રમાણિકપણથી સંતોષકારક રીતે પાર મુકવાની તેમની કાર્યદક્ષતાથી ખુદ મહારાજા સાહેબનું તેમના પ્રત્યે ધ્યાન દોરાયું હતું અને તેના પરિણામે તેમને નોકરીને ઘણોખરો વખત ખાસ મહત્વના કાર્યો માટે સ્પેશીઅલ ડયુટીમાંજ ગાળ પડ્યો હતો. નેકરીની આવી કસોટીની સ્થિતિ હોવા છતાં તેઓ પિતાની સાહિત્ય પ્રવૃત્તિ ભુલી ગયા નહોતા. ગુજરાતી સાહિત્યમાં કાંઈ મહત્વની કૃતિ મુકી શકાય તે માટેની પોતાના અન્તઃકરણમાં ભૂમિકા તૈયાર કરતા હતા-ઉપ નિષદ વગેરે ધાર્મિક ગ્રંથના નિરીક્ષણ સાથે તેના મનન અને નિદિધ્યાસનથી તેઓએ સૌથી પ્રથમ મારા ધર્મ વિચાર ભાગ પહેલો એ નામને અત્યંત મનનીય ગ્રંથ તૈયાર કર્યો પરંતુ તે સને ૧૯૨૩ની સાલ સુધી બહાર પાડી શકાય નહિ અને તેજ અરસામાં રંગમાળા તથા શ્રી કૃશ્ન કીતનાંજલિ એ નામનું ગેય પુસ્તક બહાર પાડયું. સને ૧૯૨૭ માં શ્રી કૃષ્ણ દર્શન ગ્રંથ ગદ્ય રૂપે તથા કૃશ્ન લીલામૃત બિન્દુમાળા એ કવિતા રૂપે જુદા જુદા રાગ-રાગણ–રાહ-ગજલ-લાવણ-છંદમાં બહાર પાડયાં. દરમ્યાન દુનિયાના પ્રચલિત સઘળા ધર્મોમાં શું શું રહસ્ય છે અને તે સઘળાનો સમન્વય શી રીતે થઈ શકે તે માટે સઘળા ધર્મોના ગ્રંથોના વિસ્તૃત વાંચન સાથે તેને ઉડે અભ્યાસ કરીને દુનિયાના ધર્મો તથા મારો ધર્મ વિચાર ભાગ ૨. જો એ નામનું પુસ્તક સને ૧૯૭૧માં બહાર પાડયું. બીજા લખેલા તેમના ગ્રંથે છે પરંતુ તે હજુ અપ્રસિદ્ધ છે તે પ્રસિદ્ધ થાય ત્યારે. નાયબ સુબાના હોદા સુધી પહોંચી તેઓ પેન્શનપર નિવૃત્ત થયા છે. તેમની ધર્મ પરાયણ વૃત્તિથી તેમજ કેવળ સરળ અને પ્રમાણિક વર્તન નથી શ્રી શંકરાચાર્યે તેમને સુનીતિ ભાસ્કરની ઉપાધિ આપેલી છે. એમની કૃતિઓ: ૧ મારે ધર્મવિચાર-ભાગ પહેલો સને ૧૯૨૭ ૨ શ્રી રંગમાળા તથા શ્રીકૃશ્નકીર્તનાંજલિ સને ૧૯૨૩ ૩ શ્રીકૃશ્નલીલામૃત- બિમાળા સને ૧૯૨૭ ૪ શ્રીકૃશ્રદશન સને ૧૯૨૭ ૫ શ્રી હાટકેશ્વર મહાદેવનાં વરઘેડાનાં ગીત સને ૧૯૨૯ ૬દુનિયાના ધર્મો તથા મારા ધર્મ વિચાર–ભાગ બીજે-સને ૧૯૭૧ ૨૫
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy