________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ન્યાયવિશારદ—ન્યાયતીથ મુનિરાજ શ્રીન્યાવિજયજી.
જ્ઞાતિએ તેએ જૈન, વિશા શ્રીમાળી. પિતાનું નામ છગનલાલ અને માતાનું નામ દિવાળીબાઇ, તેમના જન્મ માંડળમાં (જીલ્લા અમદાવાદ) વિ. સં. ૧૯૪૬ના કાર્તિક સુદીમાં થયા હતા. ગુજરાતી છ ચેાપડી સુધી તેમણે માંડળમાં અભ્યાસ કર્યાં હતા. ૧૯૬૧ માં તેમને કાશી જવાની ઈચ્છા થઈ ને ગયા, ત્યાં યશોવિજ્ય જૈન પાઠશાળામાં તેમણે સંસ્કૃત-પ્રાકૃતનેા અભ્યાસ કર્યાં. ૧૯૬૩માં તે પાઠેશાળાના સંસ્થાપક શ્રી વિજયધર્મસૂરીશ્વરજીની સાથે પાદ વિહારથી કલકત્તા ગયા. ત્યાં તેમણે લગભગ ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. તેમની દીક્ષા માટે સમાજમાં તે વખતે બહુ ખળભળાટ મચેલા. તેમની દીક્ષા રાકવા માટે ઘણાય પ્રયત્ના થયેલા, દીક્ષા અટકાવનારા કેટલાય તારા થયા. તેમના કાકા પોપટલાલ વખતચંદુ તેમને લેવા કલકત્તા ગયા, કારણકે તેમનું સગપણ થઇ ગયું હતું. અને તેજ અરસામાં તેમના લગ્ન થવાનાં હતાં. પણ તેમને દીક્ષા લેવાને અડગ નિશ્ચય હતા. તેથી લગ્ન-દીક્ષાને બદલે સંયાસ-દીક્ષા અંગીકાર કરી. હવે તેએ વિજયધમ સૂરિજીના શિષ્ય મુનિ ન્યાયવિજયજીના નામથી એળ ખાયા. ગુરૂ સાથે વિચરતાં પાછા કાશી આવ્યા અને વિદ્યાભ્યાસમાં લાગ્યા.
6
મુનિશ્રી ન્યાયવિજયજી ફરી વિહાર કરી કલકત્તા ગયા. ત્યાં તેમણે સંસ્કૃત યુનીવરસીટીમાં ‘ ન્યાયતી` ' ની પરીક્ષા પાસ કરી. તેજ વર્ષમાં કલકત્તા ભંગીય વિદ્વપરિષદે ' તેમને ન્યાય વિશારદ' ના પદથી સત્કાર્યાં. પરીક્ષા આપીને તેઓ તેમના ગુરૂને આગરામાં મળી ગયા. અને ગુરૂની સાથે રાજપુતાના તથા મારવાડમાં થઇને ગુજરાત-કાઠિયાવાડમાં આવ્યા. ૧૯૭૬ સુધી જુદે જુદે સ્થળે ચાતુર્માસ કરતાં બામ્બે પ્રેસીડન્સીમાં વિચર્યાં.
"
મુનિશ્રીએ ૧૬૬૯માં ૨૩ વર્ષની ઉંમરે સુંદર સંસ્કૃત કવિતામાં ષડ્દર્શન “ન્યાયના વિષયમાં પ્રકાશ પાડતા ‘ ન્યાયકુસુમાંજલિ ' નામના ગ્રંથ અનાવ્યા, અને તેનું પ્રકાશન ગુજરાતી-અંગ્રેજીના અનુવાદ સાથે થયું. ૧૯૭૫માં તેમણે અધ્યાત્મ વિષયને પોષતા · અધ્યાત્મ તત્ત્વાલેાક' નામના ગ્રંથ લખ્યો. તેનું પ્રકાશન પણ ગુજરાતી-અંગ્રેજીના વિવરણ સાથે બહાર પાડયું. તેમની આ મનેહર રચનાથી દેશ-પરદેશના સંસ્કૃત-વિદ્રાના બહુ મુગ્ધ થયા; અને હિન્દી-સાહિત્યની સુપ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત
be