SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ દત્તાત્રેય બાલકૃષ્ણ ડિસકલકર દત્તાત્રેય બાલકૃષણ ડિસકલકર એઓ જાતે મહારાષ્ટ્રીય દેશસ્થ બ્રાહ્મણ છે. એમને જન્મ સન ૧૮૯૨માં સાતારામાં થયો હતો. પિતાનું નામ બાલકૃષ્ણ મૈરાળ ડિસકલકર અને માતાનું નામ સૌ. સરસ્વતીબાઈ છે. તેમનું લગ્ન સન ૧૯૧૩માં ઈ દેરમાં શ્રીમતી રમાબાઈ સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાતારામાં લીધેલું અને ઈદેર અને બનારસ કોલેજમાં અભ્યાસ કરી યુનિવર્સિટિની એમ. એ; ની ડીગ્રી મેળવી હતી. હાલમાં તેઓ ૧૯૩૦થી તેમના જન્મસ્થળ સાતારામાં હિસ્ટોરિકલ મ્યુઝીયમના કયુરેટર તરીકે કામ કરે છે. તેઓએ પૂર્વે વૈટસન મ્યુઝિયમ, રાજકોટમાં ૧૯૧૯ થી ૧૯૨૯ સુધી અને કર્ઝન મ્યુઝીયમ મથુરામાં ૧૯૨૯ થી ૧૯૩૦ સુધી ક્યુરેટર તરીકે કામ કર્યું હતું. તેમણે ગુજરાતના ઈતિહાસ વિષે સારી રીતે અભ્યાસ કરી તેમાં કાઠિયાવાડમાં મુસાફરી કરી અનેક પ્રાચીન લેખ, શિકા વિગેરે મેળવ્યા હતા, અને વખતોવખત સાહિત્ય પરિષદમાં તેમ માસિક પત્રમાં અને હિંદુસ્થાનના જુદા જુદા ઓરીઍટલ જર્નલોમાં નિબંધો રજુ કર્યા હતા, તે જેમ ઉપયોગી તેમ મહત્વના માલુમ પડશે. ડે. ખુહલર અને પંડિત ભગવાનલાલ ઈદ્રજીએ જે સંગીન કાર્ય ઇતિહાસના સંશોધનમાં કર્યું હતું, તે આગળ ચાલુ રાખવાનું માન તેમને ઘટે છે; અને તે વિષયને એમણે પિતાને પસંદગીનો વિષય કરેલો છે. | ગુજરાતી સાહિત્યની દક્ષિણી બંધુઓ સેવા કરતા આવ્યા છે, તેમાં ઇતિહાસના વિષયમાં તેમની સેવા કિમતી તેમ સ્તુતિપાત્ર માલુમ પડશે. ગુજરાતના ઇતિહાસના સંશોધન અને અભ્યાસ પાછળ તેમણે પોતાનું જીવન અર્પણ કરેલું છે. હિંદુસ્થાનમાં ઉપલબ્ધ થયેલા અસંખ્ય ઉત્કીર્ણ લેખેમાંથી કેટલાક સંસ્કૃત ભાષાના અને કાવ્યના ઉત્કૃષ્ટ નમુનાઓ મળે છે અને કાલિદાસ ભવભૂતિ જેવાની કવિ કૃતિઓ સાથે જ તેઓનું પણ અધ્યયન સંસ્કૃતના અભ્યાસીઓ કરે એ હેતુથી તેમણે Selections from Sanskrit Inscriptions ના બે ભાગ પ્રસિદ્ધ કરેલા છે જે કેટલીક યુનિવર્સિટીઓમાં એમ. એ. ના કોર્સમાં પાઠય પુસ્તક તરીકે પસંદ થયેલા છે, અને તે સંસ્કૃત ભાષા સાહિત્યને પરિચય કરાવવાની સાથે પ્રાચીન હિન્દના ઇતિહાસ વિષે સારો પ્રકાશ પાડે છે. – એમની કૃતિઓ – (૧) Selections from ૧૯૩૨ old Inscriptions Part I-II. ૧૯૩ ૨૫
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy