SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ એક નવી માધ્યમિક શિક્ષકો માટે ટ્રેનિંગ લેજની યોજના કરવાનું સંયાથી એમણે ત્યાં એક કોલેજ સ્થાપી છે ને સને ૧૯૩૪ ના જૂન માસથી તેના પ્રિન્સિપલ તરીકે ત્યાં કામ કરી રહ્યા છે. સરકારી ને કરી દરમિયાન મુંબઈ સરકારે એમને બેવાર (ઈ. સ. ૧૯૨૩માં ને ૧૯૨૭માં) પિતાના પ્રતિનિધિ તરીકે લંડનમાં ભરાએલી ઈમ્પીરીઅલ એજ્યુકેશન કોન્ફરન્સમાં નીમ્યા હતા; અને મુંબઈ યુનિવર્સિટીના ફેલો હતા તે દરમિયાન (સને ૧૯૨૪–૧૯૩૦) સને ૧૯૨૭માં એમને લંડન અને ટોરેન્ટો યુનિવર્સિટીની શતાબ્દીની ઉજવણી વખતે મુંબઈ યુનિવર્સિટીએ પિતાના પ્રતિનિધિ તરીકે નીમ્યા હતા. મુંબઈ યુનિવર્સિટીના ફેલો તરીકે એમણે ખાસ બે કામ કર્યા હતાં: (૧) બી. ટી. ડીગ્રીની પરીક્ષામાં સાત પ્રશ્નપત્રકનો નિયમ સુધરાવી સાતના પાંચ પ્રશ્નપત્રક કરાવ્યાં હતા અને (૨) મેટ્રિક્યુલેશન પરીક્ષામાં અંગ્રેજી સિવાયના બધા વિષયમાં પિતાની માતૃભાષામાં ઉત્તર આપવાની ઉમેદવારોને છૂટ આપવાની સબળ હિમાયત કરી એ પ્રમાણે નિયમ એને લગતી કમિટીના સર્વ સભ્યો પાસે સ્વીકારાવ્યું હતું. એમણે દેશદેશની શિક્ષણ પદ્ધતિના અભ્યાસ માટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે ને ઈગ્લેંડ, જર્મની, જાપાન, કેનેડા, યુનાઈટેડ સ્ટેટસ ઑફ અમેરીકા, ફિલિપાઇન બેટ વગેરેની કેળવણીને અંગત અનુભવ મેળવ્યો છે અને ઇંગ્લંડની લીડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી એમણે ( M. Ed. (Master of Education) ની ડીગ્રી મેળવી છે. સને ૧૯૨૮માં ઈગ્લંડની યલ ઓર્ગોફિકલ સોસાયટીના ફેલો તરીકે અને સને ૧૯૩૩માં નેશનલ જીઓગ્રંફિક સોસાયટીના તથા ઇંગ્લંડની યલ સેસાયટી ઑફ ટીચર્સના મેમ્બર તરીકે એમની નીમણુક થઈ હતી. સને ૧૯૨૪માં લી કમિશન આગળ અને સને ૧૯૨૮માં સાયમન કમિશનની હારોગ કમિટી આગળ એમણે જુબાની આપી હતી; અને સને ૧૯૨૮માં મુંબઈ સરકારે નીમેલી પ્રાયમરી અને સેકંડરી એજ્યુકેશન કમિટીના સભ્ય તરીકે કામ કર્યું હતું. ઉત્તર ભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે એમણે ઘણી હેશિ. યારી તથા કુનેહથી અસહકારની ચળવળ ખૂબ જોરથી ચાલી હતી ને સરકારને અમદાવાદ મ્યુનિસિપાલિટી વચ્ચે અસહકાર પ્રવર્તી રહ્યા હતા તે વખતે બંનેના ઝઘડાને નિકાલ કર્યો હતો અને બંને પક્ષનું માન જાળવી ૧૮૮
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy