________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭.
એમના જીવનમાં મહત્વના બનાવોની સાલવારી નીચે મુજબ છે – ૧૯૧૦ બી. એ; ૧૯૧૨ એલએલ. બી; ૧૯૧૩ મુંબાઈની પોલીસ કૅર્ટમાં વકીલાત. ૧૯૧૫ નવજીવન અને સત્ય માસિક કાઢયું. ૧૯૧૫ સર્વન્ટ ઑફ ઇન્ડીયા સોસાઈટીમાં દાખલ થયા. ૧૯૧૬ પહેલી ગુજરાત કેળવણી પરિષદ સ્થાપી. ૧૯૧૭ હોમરૂલ લીગમાં જોડાયા. ૧૯૧૮ ખેડા સત્યાગ્રહમાં પડયા. ૧૯૧૯ રોલેટ ઍકટની લડતમાં તેમ દુકાળ નિવારણના કામમાં. ૧૯૨૦ નવજીવનમાંથી છૂટા થયા. ૧૯૨૧ ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી ચુંટાયા. ૧૯૨૨ યુગધર્મ માસિક શરૂ કર્યું. ૧૯૨૩-૨૪ જેલ. ૧૯૨૪ હિન્દુસ્થાન પત્રના તંત્રી. ૧૯૨૮ ફિલ્મના ધંધામાં. ૧૯૩૦ યુરોપને પ્રવાસ. ૧૯૩૫ હિન્દ પાછા ફર્યા.
૧૮૬