SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સંખ્યા હવે તો લગભગ સવા બસે જેટલી થવા જાય છે. તેની પાંચ હજાર જેટલીગ્રાહકસંખ્યાજ એ સંસ્થાનાં પ્રકાશનની લોકપ્રિયતાને પુરાવો છે. હવે સ્વામીજીના જીવનનાં કેટલાંક ઉમદા તત્ત્વોને અત્રે ઉલ્લેખ કરીએ. તેઓ કદિ પણ કામ વિનાના રહેતા નથી. તેઓ હિમાલયના શાંત ને એકાંત પ્રદેશમાં હોય, મુસાફરીમાં હોય કે શહેરની ધમાલમાં વસતા હોય તે પણ તેમનું નિયત કાર્ય તો ચાલુ જ હોય. પ્રાતઃકાળે ચાર વાગ્યે ઊઠીને કામ કરવું અને રાત્રે મોડે સુધી કામ કરવું, એ તો તેમને કેટલાયે વર્ષો સુધીને નિયત ક્રમ રહ્યો છે. આજે સાઠ સાઠ વર્ષની સંખ્યાઓ વટાવતાં છતાં ભલભલા યુવાનને શરમથી નીચું જોવડાવે એવી કાળજાંતૂટ મહેનત તેઓ કરતા આવ્યા છે, અને એ બધું કાર્ય બજાવવા છતાં યે અંતરથી તે તદ્દન નિર્લિપ. તેમને મોટાભા થઈને ફરવાનું કે જગબત્રીશીએ ચડવાનું જરા યે ગમતું નથી. તેમને નથી કોઈ સાક્ષરોનો પરિચય કે નથી કોઈ દુન્યવી મહત્તાની આકાંક્ષા. તેઓ તે માત્ર ઈશ્વરેચ્છા સમજીને સંચિત પ્રારબ્ધ કર્માનુસાર કામ કામ ને કામ કર્યું જાય છે. ગુજરાતના એ મૂક સાહિ. ત્યસેવક ને ઉપાસક આત્મપ્રશંસાથી દૂર ભાગનારા છે. તેઓ પિતાને દેહભાવે મેલા, છવભાવે ઘેલા ને આત્મભાવે અખંડાનંદજી તરીકે ગણે છે. પ્રસિદ્ધ તથા સન્માનથી એ દૂર ભાગનારા છે. ભાગ્યે જ તેઓ કોઈ સાહિત્ય પરિષદમાં ગયા હશે, અને ગયા હશે તે સૌથી છેલી હારમાં છુપાતા સંતાતા બેઠા હશે. તેમની ચોકસાઈ અને ચીવટ તથા પરિશ્રમી સ્વભાવને પરિણામે તે સંસ્થા અયાચક વ્રત જાળવી શકી છે અને શૂન્યમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય તેમ અત્યારની સંસ્થાનો વિસ્તાર અને સમૃદ્ધિ એ તેમના ઉપલા બે ગુણ તેમજ તેમની કાર્યદક્ષતાને આભારી છે. “સસ્તું સાહિત્ય' એ કોઈનાં દાન કે દયાધર્મમાંથી ઉત્પન્ન થએલી સંસ્થા નથી, પણ ભિક્ષ અખંડાનંદજીની ચીવટ, ઝીણામાં ઝીણી વિગતની કાળજી, ચોકસાઈ, સતત કાર્યપરાયણતા ને નિષ્કામ સેવાબુદ્ધિ તથા સપ્ત પરિશ્રમમાંથી ઉત્પન્ન થએલી ને વિસ્તાર પામેલી સંસ્થા છે. ૧૮૪ /
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy