SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ અને હિસાબકિતાબ શીખી લીધેલા. એ વાચનનો રસ તૃપ્તિ શોધ્યા જ કરે, એટલે લલ્લુભાઈ દુકાને બેસે, ઘરાકને માલ આપે ને મેં પાછું ચેપડીમાં ઘાલે રાત્રે મંદિરમાં આરતી અને ભજને થાય તેમાં જાય અને આનંદ કરે. આમતેમ મનોવૃત્તિને અનુકૂળ પડે તેવો જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ તેમણે શેધી કાઢયો અને તેમાં એટલો બધે રસ લેવા લાગ્યા કે એક સુંદર ભજનિક ગાનાર, ગજાવનાર અને મંડલીના આગેવાન જેવા એ ગણવા લાગ્યા. ભજન સાંભળવાનું છે તેમને હજુ યે ખૂબ ગમે છે અને એ વખતની તેમની એકાગ્રતા ને તલીના યોગીને જેવી હોય છે. આ લખનારે કોઈ કોઈ વખત તો એ ભજમંડળીઓમાં ભિક્ષુછની આંખોમાં અશુપાત થતે પણ જોયો છે. ભજનાનંદી સ્વામીજી સંન્યાસી થયા પછી પણ પિતાની પાસે નાનકડી સિતાર રાખતા. પાછળથી એ બિચારી પણ બાવાજીને લપ જેવી લાગેલી એટલે તેને ગંગાજીમાં પધરાવી દીધી હતી. વેપારમાં સત્ય, પ્રમાણિકતા અને નીતિ જાળવીને જે કમાઈ શકાય તે જ કમાવું એવો તેમનો નિયમ હતો અને એ પ્રમાણે વેપાર ચલાવવા છતાં યે લલુ ટરનો વેપાર સારો ચાલતું હતું, ને ઠીક ઠીક કમાણી થતી હતી. પણ બીજા ભાઈઓને વેપારની તેમની આવી રીતિનીતિ પસંદ પડી નહિ, એટલે તેમણે પિતાની સંપત્તિ વહેંચી લીધી અને દુકાન ભાગમાં ચાલવા લાગી. વેચાણનું કામ બીજા ભાઈઓએ સંભાળવા માંડયું ને લલુભાઈને માથે મોટે ભાગે ખરીદનું કામ કરવાનું આવ્યું. આ કામ તેમને ગમતું. ગ્રાહકોની સાથે કશી રકઝક કે પંચાતમાં ઊતરવાનું નહિ અને આ કામ તે અવકાશને સમયે સ્વતંત્રતા પૂર્વક થઈ શકતું, સદે. કરીને માલ મોકલવાની વ્યવસ્થા કરી દે પછી તેઓ છૂટા ને છૂટા. બાહ્ય રીતે કરો ડોળડમાક પસંદ કરતા નહોતા. ટીલા ટપકાં કરવાની કે હરિકથામાં નિયમિત જવાની તેઓને ઝાઝી પરવા નહોતી. આથી કોઈ કોઈ માણસે તેમને નાસ્તિક, છેલી આ ને લહેરી તરીકે ઓળખતા; અને તે વખતે તે જુવાન લલ્લ ઠક્કર બાબરાં રાખતા ને છોગાળો ફેટો પણ બાંધતા. ત્યાર બાદ છપનને દુકાળ પડે ને સંવત ૧૯૫૭ માં તેમનું કુટુંબ પાછું બોરસદમાં રહેવા આવ્યું. એ અરસામાં બોરસદમાં નડિયાદ ૧૮૦
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy