SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સ્વકલ્પિત લેખ નથી લખાતે, તેને માટે બીજી ભાષામાંથી અનુવાદને માર્ગ ઉઘાડે છે. કેવળ સ્વભાષાનિષ્ઠ ને સ્વભાષામાં ઘણુંએ કરવાનું છે. અનેક પુસ્તકો ઉધઈ ખાય છે, અથવા પટારામાં કે પિથીમાં અંધારામાં પડયા છે, તેમને ઉદ્ધાર કરવાનું છે. લોકગીત, લોકવાર્તા, રાસા ને પવાડા, સિક્કા ને શાસનપત્ર, શિલાલેખ ને પાળિયા, વહી ને દસ્તાવેજો સંગ્રહનારાના પ્રયત્નની વાટ જુએ છે. હદયચક્ષુથી જેનાર ને લોકના રીતરીવાજો, વહેમ અને રૂઢ સંસ્કારો અવલોકન માટે તૈયાર છે. વિદ્યાના રસિકને નેહાનાં નેહાનાં પ્રદર્શન માટે સાધનો ચોતરફ વેરાચેલાં છે. પ્રતિમાવિધાન, ચિત્રવિધાન, સંગીત પરિચય આદિ અનેક કળાઓને નિરાંતે એકાંતમાં અભ્યાસ થઈ શકે એમ છે. સરસ્વતીની સેવાના માર્ગ અનેક છે, જ્યારે દેવપૂજનના પ્રકાર આઠ જ છે. એક એક માર્ગ અનેક ઉપાસકોને યાવજછવ વ્યાકૃત રાખે એવો વિશાળ છે. શ્રદ્ધાળુ સેવકોના લખલૂટ ધર્માદાયનું શ્રીજીના મુખવાસનું તાંબૂલ બને છે. તેમ પણ છે; ને વિદુરની ભાજી તથા સુદામાના તાંદુલ પણ ભગવાનને બહુ પ્રિય છે, તેમ પણ છે. સરસ્વતી દેવીને પણ સર્વ ઉપાસકોની ખરા હૃદયની સેવા સ્વીકાર્ય છે. આ મહાન ઉદ્યોગમાં સંભાળવાનું એકજ છે. અસપ્રવૃત્તિ સાહિત્યમાં વર્યા છે, તામસી વૃત્તિ અનિષ્ટ છે, માટે આ અસત્યપ્રવૃત્તિ ને પ્રવૃત્તિમય સંસારના સ્વામીને અનુગ્રહ ઈચ્છી તે તામસી વૃત્તિ પ્રવૃત્તિના પ્રેરકને પ્રાર્થના એટલીજ છે કે, અનિષ્ટ છે. असतो मां सद्गमय । तमसो मा ज्योतिर्गमय । ओम् રાત્તિ: શાંતિઃ શાંતિઃ ૧૭૬
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy