SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ કરે છે, સદાગતિ કોઈ સમયે વાંસળીના તો કોઈ સમયે ભેરીના સુર કાઢતો વહ્યાં જાય છે ને ઋતુઓ પ્રકૃતિને રાસ રમ્યાં કરે છે. અહિં સ્પર્ધામાં ધૂંઆપૂંઆ થતા સંચાઓ વેગભેર ભમી રહ્યા છે, ઘાઈઘેલી વરાળની અને વીજળીની ગાડીઓ એક છેડેથી બીજે છેડે દોડધામ કરી રહી છે કે વ્યાપારનાં શેતરંજનાં મ્હારાં સર્વત્ર ફેલાઈ જઈ અનેકાનેક દાવ ખેલતા ચપટનું ધાંધળ મચાવી રહ્યાં છે. એવા પ્રવૃત્તિના ધામમાં પરિષદનાં પગલાં વળવાં ઉચિતજ છે. મુંબઈનું વાતાવરણ વ્યાપારના કોલાહલોને તેમજ વિદ્યાનાં આંદોલનને અવકાશ આપવા પૂરતું વિશાળ ને અનુકૂળ છે. અહીં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રિમાસિક ને અન્ય સામયિક પત્રો સર્વદેશી ચર્ચા ચલાવ્યા કરે છે. અનેક વિદ્યાપરાયણ સંસ્થાઓ લેખથી ને ભાષણથી શોધખોળ ને વિદ્યાવૃદ્ધિમાં આગળ ને આગળ પગદંડ કર્યો જાય છે. સંગીત, શિલ્પ, ચિત્ર, સ્થાપત્ય આદિ કળા, કોઈ વ્યક્તિના તે કોઈ સંયુક્ત મંડળના પ્રયત્નથી, વિકાસ પામવાનું કરે છે. આ પશ્ચિમ હિંદુસ્તાનનું પાટનગર દક્ષિણમાં આવ્યું છતાં આપણા દાક્ષિણાત્ય બંધનું જ કંઈ નથી; આપણું પણ છે. ગુજરાતના પ્રબોધના ઈતિહાસમાં સ્થાન પામવા ગ્ય બુદ્ધિવર્ધક સભાનું આ મુંબઈજ કાર્યાલય હતું. ફાર્બ્સ સભાની સંચિત શક્તિના ભાવી વ્યાપારનું ક્ષેત્ર તે આજ છે. મરાઠી ને કાનડીની સાથે ગૂજરાતી સાહિત્યને એમ. એ; માં આવકાર આપનાર શારદાપીઠનું આ ધામ છે. પેશવાઈનું પૂના ભલે દક્ષિણીનું જ કહેવાઓ, સલ્તનતનું અમદાવાદ ભલે ગુજરાતીનું જ ગવાઓ અને અમીરાતનું હૈદ્રાબાદ સિંધી બાંધવાનું જ ભલે લેખાઓ. મુંબઈ તો સર્વનું જ છે ને આપણું તો છેજ. પારસી અને મુસલમાન બંધુઓ સાથે ગુજરાતી હિંદુઓએ જ મુંબઈને સેનાની મુંબઈ બનાવી છે. તેમના મધ્યમાં એટલે સ્વજનના મધ્યમાં–આત મંડળમાં-પરિષદુ સાહિત્યની અભિવૃદ્ધિની ચર્ચા ચાલુ રાખવાને મળેલ છે. જેની અભિવૃદ્ધિ પરિષદને ઈષ્ટ છે તે સાહિત્ય તે શું ? કેટલાક કાવ્ય નાટકને સાહિત્ય કહે છે. બીજા નવલકથાને સાહિત્ય તે શું? સાહિત્યમાં ઉમેરે છે. ત્રીજા ચરિત્રગ્રંથને ભેગા ગણે છે. ચોથા નીતિ નિબંધની સાહિત્ય કેટીમાં ગણના કરે છે. પાંચમા પ્રવાસના વર્ણન સાહિત્યમાં સમાસ કરવા માગે છે. છઠ્ઠા ગિબનકૃત રામના સામ્રાજ્યની પડતી ને પાયમાલીની તવારિખને સાહિ ૧૫૪
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy